રવિવાર, ડિસેમ્બર 22, 2024

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeલાઇફસ્ટાઇલબફારાની ગરમીમાં શરીર માટે બેસ્ટ એનર્જી ડ્રિંક છે આ જ્યૂસ, અજમાવી જુઓ

બફારાની ગરમીમાં શરીર માટે બેસ્ટ એનર્જી ડ્રિંક છે આ જ્યૂસ, અજમાવી જુઓ

ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે શેરડીનો રસ, બોડીને ડિહાઈડ્રેશનથી બચાવી ડાયાબિટીસમાં રાહત આપી વજન ઓછું કરવાની સાથે એનર્જી પણ પ્રદાન કરે છે

(આઝાદ સંદેશ) : મિક્ષ ઋતુમાં લોકોની લાઈફસ્ટાઈલ અને ડાયટ બદલાઈ જાય છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડી ચીજો ખાવાનું પસંદ કરે છે. ખાસ કરીને તમે ઘરની બહાર હોવ ત્યારે ગરમીથી બચવા અને ગળું ઠંડું કરવા માટે અનેક લોકો કોલ્ડડ્રિંક્સને પ્રાથમિકતા આપે છે જે હેલ્થને નુકસાન કરે છે. ગરમીમાં શેરડીનો રસ હેલ્થ માટે બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. તો જાણો હેલ્થ અને સ્કીનને થતા ફાયદા વિશે.
ઈમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે શેરડીનો રસ : શેરડીના રસમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ અને ફોટોપ્રોટેક્ટિવ તત્વો શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. તેનાથી તમે ગરમીમાં થતા વાયરલ ઈન્ફેક્શન જેવી બીમારીથી દૂર રહી શકો છો.
બોડીને રાખશે ડિહાઈડ્રેશનથી દૂર : ગરમીમાં અનેક લોકોને ડિહાઈડ્રેશનની સમસ્યા રહે છે. તેના કારણે ખાવાનું પચાવવામાં તકલીફ અને લૂઝ મોશનની સમસ્યા જોવા મળે છે. એવામાં શેરડીનો રસ તમને આ સમસ્યાથી રાહત આપશે.
ડાયાબિટીસથી રાહત : ડાયાબિટીસ એટલે કે મધુમેહના રોગી શુગરનું પ્રમાણ વધારે હોવાના કારણે શેરડીનો રસ પીવાનું ટાળે છે. પરંતુ આ જ્યૂસમાં મળનારું આઈસોમાલ્ટોઝ નામનો પદાર્થ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદરૂપ બને છે.
એનર્જી બૂસ્ટર પણ છે શેરડીનો રસ : ગરમીમાં ખાસ કરીને શરીરમાં પાણી કે ગ્લૂકોઝની ખામીના કારણે સુસ્ત અને થાકેલું અનુભવવામાં આવે છે. એવામાં શેરડીનો રસ શરીરનું એનર્જી લેવલ વધારે છે અને તમને એનર્જેટિક રાખવામાં મદદ કરે છે.
વજન ઓછું કરવામાં કરે છે મદદ : શેરડીના જ્યૂસમાં ભરપૂર પ્રમાણમાં ડાયટરી ફાઈબર હોય છે. તેના કારણે ખાલી પેટે શેરડીના જ્યુસનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટે છે. તો તમે પણ તેનો ઉપયોગ કરી શકો છો.
હેલ્ધી રહેશે પેટ : ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવાના કારણે શેરડીનો રસ ડાયટમાં સામેલ કરવાથી શરીરમાં ફક્ત પોશક તત્વોની ખામી પૂરાય છે તેવું નથી તે તમારા પેટ અને પાચનતંત્રને પણ દુરસ્ત રાખે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર