શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeધાર્મિકક્યારે ઉજવાશે અષાઢી પૂનમ? જાણો તિથિ, પૂજા વિધિ અને ઉપાય

ક્યારે ઉજવાશે અષાઢી પૂનમ? જાણો તિથિ, પૂજા વિધિ અને ઉપાય

(આઝાદ સંદેશ) : અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને અષાઢી પૂનમ કહે છે. અષાઢ પૂર્ણિમા તમામ મહિનાઓની પૂર્ણિમાઓમાં સૌથી વિશેષ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મહર્ષિ વેદવ્યાસ જીનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, મહર્ષિ વેદ વ્યાસને વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. તેમણે હિન્દુ ધર્મની સંસ્કૃતિમાં ખૂબ જ વિશેષ યોગદાન આપ્યું છે. આ તિથિએ પોતાના દેવી-દેવતાઓ તેમજ ગુરુઓની પૂજા કરવી ખૂબ જ શુભ છે. આ વર્ષે 2024માં અષાઢ પૂર્ણિમાનું વ્રત રવિવારના રોજ રાખવામાં આવશે. જ્યારે અષાઢ પૂર્ણિમાનું સ્નાન અને દાન પણ તા.21 જુલાઈને રવિવારના રોજ થશે. આ દિવસે વ્રતની સાથે કેટલાક ખાસ ઉપાય પણ કરવામાં આવે છે, જેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, અષાઢ પૂર્ણિમાના દિવસે કયા ઉપાય કરવા જોઈએ. અષાઢ પૂર્ણિમા 2024-અષાઢ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 20 જુલાઈના રોજ સાંજે 05:59 કલાકે શરૂ થશે. તે 21 જુલાઈ, 2024ના રોજ બપોરે 3:46 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં, 21 જુલાઈ 2024 ના રોજ અષાઢ પૂર્ણિમા ઉજવવામાં આવશે. આ દરમિયાન ચંદ્રોદયનો સમય સાંજે 6.47 છે.
અષાઢ પૂર્ણિમા પૂજા વિધિ : અષાઢ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ. તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ પછી સૂર્ય ભગવાનને જળ ચઢાવો.
જે બાદ લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. પૂજામાં ચંદન અને હળદરનો ઉપયોગ કરવો શુભ છે. આ દરમિયાન ઓમ નમો: ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો 108 વાર જાપ કરો. આ પછી સાંજે ચંદ્રને અર્ઘ્ય ચઢાવો. તેનાથી જીવનમાં હંમેશા ખુશીઓ આવે છે.
ચંદ્ર દોષ ઉપાય : જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર દોષ હોય તો તેણે અષાઢ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવી જોઈએ. પૂજામાં બીજ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે અને ધનલાભની શક્યતાઓ રહે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર અષાઢ પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ. આ સમય દરમિયાન તમે સફેદ વસ્ત્ર, ચોખા, ખાંડ, દૂધ, સફેદ મીઠાઈ, ચાંદી, મોતી વગેરેનું દાન કરી શકો છો. અષાઢ પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન દેવી લક્ષ્મીના ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્માય નમ: મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી તેમના આશીર્વાદ જળવાઈ રહે છે. આ સમય દરમિયાન કેસર, મખાના અને ડ્રાયફ્રૂટ્સની ખીર બનાવો. આ પછી તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.
4ચંદ્ર મંત્ર : ઓમ સ્વચ્છ સોમાય નમ:
4ચંદ્ર બીજ મંત્ર : ઓમ શ્રં શ્રીં શ્રં સહ ચન્દ્રમસે નમ:
4ચંદ્ર ભગવાનને નમસ્કાર કરવાનો મંત્ર
4દધિસંખ તુષારભમ ક્ષીરોદર્ણવ સંભવમ.
4નમામિ શશિનામ સોમ શંભોરમકુટ ભૂષણમ ॥

સંબંધિત સમાચાર

તાજા સમાચાર