શુક્રવાર, માર્ચ 13, 2026

ઈ-પેપર

શુક્રવાર, માર્ચ 13, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયલદ્દાખમાં ટેન્ક અભ્યાસ દરમિયાન નદી પાર કરતી વેળાએ અચાનક પાણીનું સ્તર વધી...

લદ્દાખમાં ટેન્ક અભ્યાસ દરમિયાન નદી પાર કરતી વેળાએ અચાનક પાણીનું સ્તર વધી ગયું, સેનાના પાંચ જવાનો શહીદ

નવી દિલ્હી કેન્દ્રશાસિત પ્રદેશ લદાખથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. લદાખમાં ટેન્ક અભ્યાસ દરમિયાન નદી પાર કરતી વેળાએ અચાનક પાણીનું સ્તર વધી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક જેસીઓ અને ચાર જવાન સહિત પાંચ ભારતીય સેનાના જવાનો શહીદ થયા છે. તમામના મૃતદેહ મળી આવ્યા તેમ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.

સૈન્યના અધિકારીઓના જણાવ્યાનુસાર જવાનો લદાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક દ્વારા નદી પાર કરવાનો અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જળસ્તર વધી જતાં ટેન્ક નદીમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં પાંચ જવાન શહીદ થઇ ગયા છે.

માહિતી અનુસાર ભારતીય સૈન્યના જવાનો સાથે આ દુર્ઘટના ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં બની હતી. આ સ્થળ કારાકોમર રેન્જમાં આવેલું છે, જ્યાં ભારતીય સેનાનો બેઝ પણ છે. સૈન્ય અધિકારીઓએ કહ્યું છે કે લદાખમાં એલએસી નજીક અચાનક આવેલા પૂરથી સૈન્યના જવાનો નદીમાં વહી ગયા હતા. આ તમામ મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર