ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસટાટા એઆઇજીના વ્યાપક શોપ ઇન્સ્યોરન્સ સોલ્યુશન: વ્યવસાયો માટે સર્વગ્રાહી સુરક્ષાની ખાતરી

ટાટા એઆઇજીના વ્યાપક શોપ ઇન્સ્યોરન્સ સોલ્યુશન: વ્યવસાયો માટે સર્વગ્રાહી સુરક્ષાની ખાતરી

(આઝાદ સંદેશ), મુંબઇ : અગ્રણી જનરલ ઇન્સ્યોરન્સ પ્રોવાઇડર્સ પૈકીના એક ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દુકાન માલીકો માટે જાગૃતિ ફેલાવવા આગળ આવ્યું છે અને તેમને અણધાર્યા સંજોગો સામે મહત્વપૂર્ણ સુરક્ષા તરીકે શોપ ઇન્સ્યોરન્સ (રિટેઇલ ઇન્સ્યોરન્સ તરીકે પણ પ્રખ્યાત)ને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. આગ, ચોરી વગેરે જેવાં અણધાર્યા સંજોગોમાં શોપ ઇન્સ્યોરન્સની મહત્વતા ઉપર પ્રકાશ પાડતાં કંપની વ્યવસાયોને સુરક્ષિત રાખવામાં કેવી રીતે ભાગીદાર બની શકે તેના ઉપર નજર કેન્દ્રિત કરી રહી છે. ટાટા એઆઇજીની શોપ ઇન્સ્યોરન્સ પોલીસી ગ્રોસરી સ્ટોરથી લઇને ઇલેક્ટ્રોનિક શોપ સુધીના તમામ કદના વ્યવસાયોને વ્યાપક સુરક્ષા ઓફર કરે છે. આગ અને જોખમો સાથે મૂળભૂત સુરક્ષા ઉપરાંત તે વૈકલ્પિક એડ-ઓન કવર્સ દ્વારા કસ્ટમાઇઝ કરી શકાય તેવી સલામતી પણ પ્રદાન કરે છે. તેમાં દુકાનની સામગ્રી માટે ઘરફોડ કવરેજ, સેફમાં નાણા, પરિવહન દરમિયાન રોકડ સુરક્ષા, લેપટોપ સહિત ઇલેક્ટ્રોનિક અને પોર્ટેબલ ઇક્વિપમેન્ટ કવરેજ, પ્લેટ ગ્લાસ અને સ્ટોરફ્રન્ટ પ્રોટેક્શન માટે નિયોન સાઇન કવરેજ, કર્મચારીઓને વળતર અને કર્મચારીઓની સુખાકારી માટે વ્યક્તિગત અકસ્માત વીમા કવરેજ, થર્ડ-પાર્ટી ઇજજાના કાનૂની પરિણામો માટે પબ્લિક લાયાબિલિટી, વધારાના સંભવિત નુકશાન સામે બેગેજ અને ફિડેલિટી ગેરંટી ઇન્સ્યોરન્સ સામેલ છે. આ વિકલ્પોની શ્રેણી વ્યવસાય માલિકોને તેમની ચોક્કસ રિટેલ બિઝનેસ જરૂરિયાતો અનુસાર વીમો તૈયાર કરવામાં મદદરૂપ રહે છે. શોપ ઇન્સ્યોરન્સ વિશે પ્રતિક્રિયા આપતાં ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ – એસએમઇ પ્રણય શાહે કહ્યું હતું કે, દરેક દુકાન માલીકો આગ અને પૂરથી લઇને ઘરફોડ અને અકસ્માત જેવાં વિવિધ જોખમોનો સામનો કરે છે. અમારી શોપ ઇન્સ્યોરન્સ પોલીસી એક વ્યાપક કવચ છે, જે મૂળભૂત પ્રોટેક્શન કવરેજથી આગળ રહે છે. અમે દુકાન માલીકોના ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ, ઉપકરણો અને પરિવહનમાં રોકડ વગેરેની સુરક્ષા માટે કસ્ટમાઇઝ થઇ શકે તેવાં વિકલ્પો ઓફર કરીએ છીએ. મિલકતને નુકશાનથી થતી અસરોની ઓળખ કરતાં ટાટા એઆઇજી ગ્રાહકને અનુકૂળ ક્લેમ પ્રક્રિયાને પ્રાથમિકતા આપે છે. તેમની સિસ્ટમ 1,100થી વધુ સમર્પિત ક્લેમ નિષ્ણાંતોના વિશાળ નેટવર્કના સહયોગથી ઉપયોગમાં સરળ ઓનલાઇન પ્લેટફોર્મ સાથે મિશ્રિત છે. તેનાથી પોલીસીધારક તેમના ક્લેમને અનુકૂળ રીતે ઓનલાઇન ફાઇલ અને ટ્રેક કરી શકે છે તથા જરૂરપડ્યે વ્યક્તિગત સહયોગ પણ મેળવી શકે છે. આ કાર્યક્ષમ અભિગમથી મૂશ્કેલ સમયમાં તણાવ ઘટાડી શકાય છે તથા સુનિશ્ચિત કરી શકાય છે કે પોલીસીધારક ક્લેમ પ્રક્રિયામાં ઝડપી સહયોગ મેળવે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર