સોમવાર, ઓક્ટોબર 12, 2026

ઈ-પેપર

સોમવાર, ઓક્ટોબર 12, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયહોર્મુઝ મુદ્દે અમેરિકાએ મોટાભાગની શરતો સ્વીકારી હોવાનો ઈરાનનો દાવો

હોર્મુઝ મુદ્દે અમેરિકાએ મોટાભાગની શરતો સ્વીકારી હોવાનો ઈરાનનો દાવો

અત્યાર સુધીમાં ઈરાનના ૧૫૯ જહાજો ડૂબાડી દીધા હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો વળતો પ્રહાર

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસિન રેઝાઈએ એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે અમેરિકા ઈરાનની સાત પૈકીની કેટલીક શરતો પર સહમત થઈ ગયું છે. જોકે, રેઝાઈએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકાનો આ જવાબ હજુ પણ અપૂરતો છે અને હવે સંજોગો સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી શેર કરતા ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસિન રેઝાઈએ લખ્યું કે, એક મધ્યસ્થી મારફતે થયેલી વાતચીતમાં અમેરિકાએ અમારી કેટલીક શરતો સ્વીકારી છે, તેમ છતાં વોશિંગ્ટનનો પ્રતિસાદ પૂરતો નથી. તેમણે આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે ઈરાનની કૂટનીતિ હવે બદલાઈ ગઈ છે અને હોર્મુઝ જળમાર્ગ પર હવે ક્યારેય પહેલા જેવી સ્થિતિ રહેશે નહીં.ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા અને મંત્રણા શરૂ કરવા માટે અમેરિકાએ તેની તમામ શરતો માનવી પડશે. આ શરતોમાં અમેરિકી નૌસેનાની નાકાબંધી તાત્કાલિક સમાપ્ત કરવી અને ઈરાની તેલના આંતરરાષ્ટ્રીય વેચાણ પર લાગેલા પ્રતિબંધો હટાવવા મુખ્ય છે.

આ અગાઉ ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફે પણ જણાવ્યું હતું કે જૂન મહિનામાં ૧૪ મુદ્દાના સમજૂતી કરારના આધારે નક્કી કરાયેલી સાત શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી આ મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગ બંધ જ રહેશે.બીજી તરફ, ઈરાનના આ દાવાઓ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપી છે. ટેનેસીમાં એક રાજકીય કાર્યક્રમને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે આગામી ૩ નવેમ્બરની મિડટર્મ ચૂંટણીઓ પહેલાં રાજકીય નુકસાન પહોંચાડવાના ઈરાદાથી તેહરાન અમેરિકા વિરુદ્ધ પોતાની ગતિવિધિઓ તેજ કરી શકે છે. ટ્રમ્પે હુંકાર કરતા કહ્યું કે, વોશિંગ્ટન પાસે આ સંઘર્ષને ખૂબ જ ટૂંકા ગાળામાં ખતમ કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. તેમણે દાવો કર્યો હતો કે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ઈરાની નૌસેનાના અંદાજે ૧૫૯ જહાજો ડૂબાડી દેવામાં આવ્યા છે, તેમ છતાં અમેરિકી વહીવટીતંત્રે ભારે સંયમ દાખવ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર