સોમવાર, નવેમ્બર 2, 2026

ઈ-પેપર

સોમવાર, નવેમ્બર 2, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયરશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સાયબર હુમલો, બન્ને દેશોની ઈમરજન્સી સિસ્ટમ હેક

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સાયબર હુમલો, બન્ને દેશોની ઈમરજન્સી સિસ્ટમ હેક

નાગરિકોના મોબાઈલ ફોન પર રાસાયણિક અને રેડિયેશનના ખતરા અંગે નકલી ચેતવણીઓ મોકલાઈ

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધમાં હવે સાયબર હુમલાની શરૂઆત થઇ છે. સાયબર માફિયાઓ દ્વારા યુક્રેન અને રશિયાની ઈમરજન્સી એલર્ટ સિસ્ટમને નિશાન બનાવી છે, જેના કારણે નાગરિકોમાં ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સાયબર ક્રિમિનિલ દ્વારા બન્ને દેશની ઇમરજન્સી સિસ્ટમ હેક કર્યા બાદ નાગરિકોના મોબાઈલ ફોન પર રાસાયણિક અને રેડિયેશનના ખતરા અંગે નકલી ચેતવણીઓ સાથેના સંદેશ મોકલાતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.

ફોક્સ ન્યૂઝના અહેવાલ અનુસાર, યુક્રેનની એર રેડ એલર્ટ સિસ્ટમ હેક કરીને નાગરિકોના મોબાઈલ ફોન પર રાસાયણિક અને રેડિયેશનના ખતરા અંગે નકલી ચેતવણીઓ મોકલવામાં આવી હતી. એટલું જ નહીં, રાજધાની કિવના રસ્તાઓ પર લાગેલા લાઉડસ્પીકર સિસ્ટમ્સ પણ હેક કરી લેવામાં આવ્યા હતા. જોકે, સ્થિતિની ગંભીરતા પારખીને યુક્રેનની વાયુસેના અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન મંત્રાલયે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો અને સ્પષ્ટતા કરી હતી કે રેડિયેશનનો કોઈ ખતરો નથી. તેમણે અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે દેશની મુખ્ય એલર્ટ સિસ્ટમ સુરક્ષિત છે.

બીજી તરફ, રશિયામાં પણ આવી જ સાયબર હુમલાની ઘટના નોંધાઈ છે. રશિયાના કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેમની મોબાઈલ એપ પર મોટો સાયબર હુમલો થયો છે. હુમલાખોરોએ આ એપનો ઉપયોગ કરીને સામાન્ય જનતામાં સુરક્ષાને લગતા ભ્રામક અને ખોટા સંદેશાઓ પ્રસારિત કર્યા હતા. રશિયન મીડિયા એજન્સીના જણાવ્યા મુજબ, એપની સુરક્ષા ખામીને સુધારવા અને સિસ્ટમને સંપૂર્ણપણે સુરક્ષિત કરવાના પ્રયાસો ઝડપથી ચાલી રહ્યા છે.એકતરફ બન્ને દેશ વચ્ચે યુદ્ધ રોકવા માટે રાજદ્વારી પ્રયાસો પણ ચાલી રહ્યા છે તેવા સમયે જ સાયબર હુમલાથી બન્ને દેશ ચિંતિત બન્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર