બુધવાર, માર્ચ 19, 2025

ઈ-પેપર

બુધવાર, માર્ચ 19, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજનમેં જે કહ્યું, તે ન બોલવું જોઈતું હતું, હું દિલગીર છું... રણવિર...

મેં જે કહ્યું, તે ન બોલવું જોઈતું હતું, હું દિલગીર છું… રણવિર અલ્હાબાદિયાએ હંગામો કર્યા બાદ માફી માંગી

આ શોમાં હાજર તમામ લોકો સામે પહેલા મુંબઈમાં અને પછી દિલ્હીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગઈકાલથી જ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ દરમિયાન મામલો વધતો જોઈને રણવિર અલ્હાબાદિયાએ વીડિયો જાહેર કરીને માફી માંગી છે.

યૂટ્યૂબર રણવિર અલાહાબાદિયાએ પોતાની આ અશ્લીલ ટિપ્પણી માટે દેશભરના લોકોએ નિશાન સાધ્યું હતું, તેમણે માફી માંગી છે. તેણે સોમવારે પોતાના એક્સ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે મારી કોમેન્ટ સાચી નથી કે તે ફની પણ નથી, તેથી હું તમારા બધાની માફી માંગું છું. રણવીર અલ્હાબાદ તાજેતરમાં કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટન્ટમાં દેખાયો હતો, જ્યાં તેણે પોતાના માતા-પિતા વિશે ખૂબ જ વાંધાજનક નિવેદન આપ્યું હતું. આ પછી તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તેની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.

એક્સ પર વીડિયો શેર કરતા રણવીરે કેપ્શનમાં લખ્યું છે કે, “ઇન્ડિયાઝ ગોટ લેટન્ટમાં મેં જે કહ્યું તે મારે ન બોલવું જોઇતું હતું. આ સાથે તેણે વીડિયોમાં કહ્યું કે, “મારી કોમેન્ટ યોગ્ય નહોતી, ન તો રમૂજી હતી, હું કોમેડીમાં એક્સપર્ટ નથી. હું અહીં માત્ર માફી માંગવા આવ્યો છું. તમારામાંથી ઘણાએ પૂછ્યું કે શું હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરવા માંગુ છું, ના, હું તેનો આ રીતે ઉપયોગ કરવા માંગતો નથી. મેં જે કહ્યું તેના માટે હું બહાનાં કાઢવાનો નથી, હું ફક્ત માફી માંગું છું. “

સંબંધિત સમાચાર

તાજા સમાચાર