ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસએક્ઝિટ પોલના જોરે અદાણીની તમામ કંપનીઓના સ્ટોકમાં જંગી તેજી

એક્ઝિટ પોલના જોરે અદાણીની તમામ કંપનીઓના સ્ટોકમાં જંગી તેજી

નવી દિલ્હી : એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી (Nifty) 630 પોઈન્ટ અથવા 2.71 ટકા વધીને 23,160ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, સેન્સેક્સ (Sensex) 2000 પોઇન્ટ અથવા લગભગ 3 ટકા વધીને 76000 ની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. પ્રી ઓપન માર્કેટમાં નિફ્ટીમાં 1000 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો જ્યારે સેન્સેક્સમાં 2600 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.

દરમિયાન અદાણી ગ્રૂપના શેરમાં રેકોર્ડ બ્રેક વૃદ્ધિ જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઈઝથી લઈને અદાણી પોર્ટ સુધીના તમામ શેરો જોરદાર તેજી સાથે ખુલ્યા છે. અદાણી ગ્રુપના તમામ શેર લગભગ 10 ટકા જેટલા વધ્યા છે. અદાણી પાવરનો શેર આજે 15 ટકાથી વધુ વધીને રૂ. 860ની ઉપર પહોંચ્યો હતો. આ સાથે અદાણી એન્ટરપ્રાઇઝ 7 ટકા વધીને રૂ. 3,644 પ્રતિ શેર હતો. અદાણી ટોટલ ગેસનો શેર 7 ટકાથી વધુ વધીને રૂ. 1,113 પર હતો, જ્યારે અદાણી વિલ્મરનો શેર 3.25 ટકા વધીને રૂ. 367 પર હતો. જ્યારે અદાણી પોર્ટ (Adani Port)નો શેર 9 ટકા વધીને રૂ. 1560 પર ટ્રેડ કરી રહ્યો હતો, ત્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સ રૂ. 7 ટકા વધીને રૂ. 1200 પર ટ્રેડ કરી રહ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર 8 ટકા વધીને રૂ. 2000ની ઉપર પહોંચ્યો હતો.

અદાણીની સિમેન્ટ કંપનીઓ વિશે વાત કરીએ તો, ACCના શેર આજે લગભગ 4 ટકા વધીને રૂ. 2644.25 પર હતા. જ્યારે NDTVનો શેર 5.6 ટકા વધીને રૂ. 261.85 પર હતો. આ સિવાય અંબુજા સિમેન્ટ 4 ટકા વધીને રૂ. 659.25 પર ટ્રેડ કરી રહ્યો હતો. નોંધનીય છે કે એક્ઝિટ પોલમાં બીજેપીના ગઠબંધન એનડીએને બહુમતી મળવાની સાથે જંગી સીટો મળતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં શેરબજાર પણ આ સેન્ટિમેન્ટ પર કામ કરી રહ્યું છે અને શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ સાથે રોકાણકારો પણ અદાણીના શેરની ઘણી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે આજે અદાણીના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર