ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસશેરબજાર ધડામ : સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના 6 લાખ કરોડનું ધોવાણ

શેરબજાર ધડામ : સેન્સેક્સમાં 800 પોઈન્ટનો કડાકો, રોકાણકારોના 6 લાખ કરોડનું ધોવાણ

બુધવારે શેરબજારમાં ખળભળાટ મચી ગયો હતો. જેના કારણે શેર બજારના 16 કરોડથી વધુ રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. બીએસઇના ડેટા અનુસાર સેન્સેક્સમાં 800 પોઈન્ટ અને નિફ્ટીમાં 250 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારમાં 800 પોઈન્ટનો ઘટાડો

બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ લગભગ 800 અંક ઘટીને 72,299.72 અંક પર બંધ થયો છે. હાલમાં સેન્સેક્સ 454.48 પોઇન્ટના ઘટાડા સાથે 72,640.74 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સ આજે 73, 162.82 પોઈન્ટની સપાટીએ ખૂલ્યો હતો અને 73, 223.11 પોઈન્ટ સાથે દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સ એક દિવસ પહેલા 73,095.22 પોઇન્ટ પર બંધ થયો હતો. બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં પણ 159 અંકોનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે નિફ્ટી 22,039.50 અંકો પર કારોબાર કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો નિફ્ટી પણ લગભગ 260 પોઈન્ટના ઘટાડા સાથે 21,938.90 પોઈન્ટ પર પહોંચી ગઈ છે. બાય ધ વે, આજે નિફ્ટી 22,214.10 પોઇન્ટ પર ખુલ્યો હતો.

રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને પણ મોટું નુકસાન થયું હતું. બીએસઈની માર્કેટ કેપ એક દિવસ પહેલા 392 લાખ કરોડ રૂપિયાની નજીક હતી. જે આજે ઘટીને 386 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હાલમાં બીએસઈની માર્કેટ કેપ 387 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

જિંદાલ વર્લ્ડવાઇડનો શેર ટોપ ગેઇનર

આટલા મોટા ધોવાણની વચ્ચે પણ કેટલીક કંપનીઓના શેર લીલા નિશાન પર રહ્યાં હતા જેમાં જિંદાલ વર્લ્ડવાઇડનો શેર ટોપ ગેઇનર તરીકે ઉભરી આવ્યો હતો, તેના શેરના ભાવમાં 13.56 ટકાનો પ્રભાવશાળી ઉછાળો આવ્યો હતો, ત્યારબાદ રેઈનબો ચિલ્ડ્રન્સ મેડિકેર (7.95%), એજીસ લોજિસ્ટિક્સ (6.52%), ડ્રીમફોક્ઝ સર્વિસ (5.49%) અને હેવેલ્સ ઇન્ડિયા (4.47%)નો ક્રમ આવે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર