ફેડે જ્યારથી પોતાના નીતિગત વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે, ત્યારથી શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. લગભગ 3 ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 2 ટકાથી વધુનો વધારો જોવાને મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આગામી દિવસોમાં પણ તેજી જોવા મળી શકે છે.
શેરબજારે ફરી એક વખત નવો સિમાચિહ્ન પાર કરી ઈતિહાસ રચ્યો છે. સેન્સેક્સે પહેલીવાર 85 હજારનો આંકડો પાર કર્યો હતો. જે સોમવારે થોડા પોઇન્ટથી પાછળ રહી ગઇ હતી. તો બીજી તરફ નિફ્ટી હજુ પણ 26 હજાર પોઈન્ટ સુધી પહોંચવા માટે મથામણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ફેડે જ્યારથી પોતાના નીતિગત વ્યાજ દરોમાં 0.50 ટકાનો ઘટાડો કર્યો છે, ત્યારથી શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. લગભગ 3 ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 2 ટકાથી વધુનો વધારો જોવાને મળ્યો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્સેક્સ અને નિફ્ટીમાં આગામી દિવસોમાં પણ આગેકૂચ જારી રહી શકે છે. તમને એ પણ જણાવીએ કે સેન્સેક્સ અને નિફ્ટીમાં કેવા કેવા આંકડા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: US Election: ન તો ટ્રમ્પ કે ન તો કમલા હેરિસ અમેરિકાની ચૂંટણીમાં બળવાનો ઝંડો ફરકાવનારા ટીમસ્ટર કોણ છે?
સેન્સેક્સ અને નિફ્ટીએ બનાવ્યા નવા રેકોર્ડ
શેરબજાર ખુલ્યું ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણ જોવા મળ્યું હતું. પરંતુ થોડા સમય બાદ બજારમાં તેજી આવવા લાગી અને બંને એક્સચેન્જ નવા રેકોર્ડ સ્તર પર પહોંચી ગયા. કારોબારી સત્ર દરમિયાન સેન્સેક્સ 100 અંકથી વધુ ઉછળીને 85,052.42 અંકની નવી લાઈફટાઈમ હાઈ બનાવી છે. આમ જોવા જઈએ તો સવારે 10.25 વાગ્યે સેન્સેક્સ 90 પોઈન્ટના વધારા સાથે 85,016.35 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બાય ધ વે, આજે સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટના કડાકા સાથે 84,860.73 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જના પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી પણ નવો રેકોર્ડ બનાવતા દેખાયા હતા, પરંતુ અત્યાર સુધી 26 હજાર પોઈન્ટના સ્તરને પાર કરી શક્યા નથી. ટ્રેડિંગ સેશન દરમિયાન નિફ્ટી 25,978.90 પોઇન્ટની લાઇફટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. બાય ધ વે, સવારે 10.25 વાગ્યે નિફ્ટી 24 પોઇન્ટના વધારા સાથે 25,962.80 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આમ જોવા જઈએ તો આજે સવારે નિફ્ટી મામૂલી ઘટાડા સાથે 25,921.45 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો છે.
કયા શેરોમાં વધારો
નેશનલ સ્ટોક એક્સચેંજમાં તેજીવાળા શેરોની વાત કરીએ તો ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ 3.50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, હિંડાલ્કોના શેરમાં લગભગ 3 ટકાના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. જેએસડબ્લ્યૂ સ્ટીલના શેરમાં 2 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. પાવરગ્રિડના શેરમાં 1.66 ટકા અને એચડીએફસી બેન્કના શેરમાં 0.79 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, સન ફાર્મા વગેરેના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે.
તો બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેંજમાં શેરો ઘટવાની વાત કરીએ તો એચયુએલના શેરમાં લગભગ દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, એલટીઆઈએમ, એચડીએફસી લાઇફ, બજાજ ફાઇનાન્સ અને એસબીઆઇ લાઇફના શેરમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.