મંગળવાર, જૂન 23, 2026

ઈ-પેપર

મંગળવાર, જૂન 23, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં આગામી ૮ સપ્ટેમ્બરથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત

રાજકોટમાં આગામી ૮ સપ્ટેમ્બરથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત

રાજકોટમાં આગામી ૮ સપ્ટેમ્બરથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત અમલ થવાનો છે. પરંતુ આ નિર્ણયનો શહેરના યુવા એડવોકેટ્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

યુવા એડવોકેટ્સનું કહેવું છે કે ભારત જેવા લોકશાહી દેશમાં નાગરિકોને શું પહેરવું અને શું ન પહેરવું તે નક્કી કરવાનો અધિકાર છે. સરકારની પ્રાથમિક ફરજ છે કે નાગરિકોને સારી રસ્તા વ્યવસ્થા અને સુચારુ ટ્રાફિક સુવિધા મળે. રસ્તા બગડેલા હોય ત્યારે નાગરિકોને દંડ કરવો અને હેરાન કરવું યોગ્ય નથી.

હેલ્મેટ વિરોધ સમિતિએ જણાવ્યું કે પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પ્રજાની જરૂરિયાતો અને અવાજ સમજવો જોઈએ. મોટાભાગના નાગરિકો ફરજિયાત હેલ્મેટ અમલ ઇચ્છતા નથી, તેમ છતાં સરકાર તેને લાદવા માંગે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર