શનિવાર, ડિસેમ્બર 6, 2025

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદ15 અને 16 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે PM મોદી, સુરત અને બીલીમોરા...

15 અને 16 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે PM મોદી, સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કામગીરીની કરશે સમીક્ષા

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઈને સૌથી મોટા સમાચાર

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. PM નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. PM મોદી 15 અને 16 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા કરી શકે છે. અગાઉ રેલ વિભાગે 2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ થવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા બાદ અધિકારીઓ સાથે PM બેઠક કરશે. રાજ્યના દક્ષિણ ભાગથી લઇને મુંબઈ સુધી સુધીના કામ અંગે પણ તાગ મેળવશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અંગે કાર્યક્રમમાં હાજરી આપશે.

રાજ્યમાં આજથી SIR અંગેની કામગીરી થશે શરૂ

રાજ્યમાં આજથી SIR અંગેની કામગીરી શરૂ થશે. 4 ડિસેમ્બર સુધી BLO ઘરે ઘરે જઈ મતદારો પાસે ફોર્મ ભરાવશે. મતદારમાં સમાવેશ થવા પાસપોર્ટ સહિત 12 દસ્તાવેજો માન્ય રહેશે. 9 ડિસેમ્બરે હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. 7 ફેબ્રુઆરી 2026ના આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. SIRની કામગીરી માટે BLOને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર