સુલતાન હૈથમ બિન તારિક અલ સૈદે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઓર્ડર ઓફ ઓમાનથી સન્માનિત કર્યા હતા. ઓર્ડર ઓફ ઓમાન, એ ઓમાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ છે.
અમદાવાદમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચને લઈ મેટ્રો રાત્રે 12.30 સુધી દોડશે
આવતીકાલે અમદાવાદના મોટેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાનાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે T20 મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતીકાલે રાત્રે 12:30 કલાક સુધી મેટ્રો દોડશે. વતીકાલે મેચ જોવા આવતા લોકો માટે વિશેષ ટિકિટનું આયોજન કરવામાં આવ્યું છે. 50 રૂપિયા ટિકિટ રાત્રે 12:30 સુધી ચાલી શકશે. રાત્રે 10 વાગ્યા બાદ માત્ર વિશેષ ટિકિટ માન્ય રહેશે.
સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવવા બેંક એકાઉન્ટ આપનાર વાવ થરાદના 74 સામે તવાઈ, પોલીસ ફરિયાદ નોંધાઈ
વાવ થરાદમાં સાયબર ફ્રોડમા સંડોવાયેલા મ્યુલ બેંક ખાતા સામે કાર્યવાહી કરાઈ છે. જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમા કરાઈ તપાસ. 74 બેંક ખાતાના ખાતાધારકો સાઇબર ફ્રોડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. સાયબર ફ્રોડમાં સામે આવ્યું કે, પાંચ કેસમાં એટીએમનો ઉપયોગ થયો છે. સાયબર ફ્રોડમા પાંચ બેંક ખાતામાં ચેક દ્રારા પૈસાની હેરાફેરી થયાનું સામે આવ્યું છે. થરાદ પોલીસ મથકે નોંધાઈ સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ. વાવ પોલીસ મથકે સાયબર ફ્રોડ કરનાર વ્યક્તિઓ સામે બે પોલીસ ફરિયાદ નોંધાઈ. વાવ પોલીસ મથક નોંધાયેલા ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરાઈ છે. થરાદ પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ.


