શુક્રવાર, સપ્ટેમ્બર 20, 2024

ઈ-પેપર

શુક્રવાર, સપ્ટેમ્બર 20, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયJ-Kમાં બમ્પર વોટિંગથી પાકિસ્તાન ગભરાયું આટલા થયા વોટિંગ!

J-Kમાં બમ્પર વોટિંગથી પાકિસ્તાન ગભરાયું આટલા થયા વોટિંગ!

જમ્મુ-કાશ્મીરમાં બમ્પર વોટિંગથી પાકિસ્તાન હચમચી ગયું છે. “અમે ભારતને યાદ અપાવવા માંગીએ છીએ કે આંતરરાષ્ટ્રીય કાયદાની નજરમાં આ ચૂંટણીનું કોઈ કાનૂની મૂલ્ય નથી.

પાકિસ્તાને ફરી એકવાર ભારત સામે ઝેર ઓક્યું છે. પાકિસ્તાને 10 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં યોજાઈ રહેલી આ વિધાનસભા ચૂંટણીને હાસ્યાસ્પદ ગણાવી છે. પાકિસ્તાનનું આ નિવેદન પ્રથમ તબક્કામાં બમ્પર વોટિંગ બાદ આવ્યું છે. જમ્મુ-કાશ્મીરની 24 વિધાનસભા બેઠકો માટે પહેલા તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે યોજાયું હતું. પ્રથમ તબક્કામાં 60 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.

આ પણ વાંચો: Share Market: અમેરિકાથી સારા સમાચાર આવ્યા અને શેર બજાર Boom, સેન્સેક્સ-નિફ્ટીએ બનાવ્યો રેકોર્ડ

પહેલા તબક્કામાં બમ્પર વોટિંગ પર પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, આ ચૂંટણીનું જમ્મુ-કાશ્મીર (આઈઆઈઓજેકે)માં કોઈ આંતરરાષ્ટ્રીય મૂલ્ય નથી, જેના પર ભારત દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. “અમે ભારતને યાદ અપાવવા માંગીએ છીએ કે આંતરરાષ્ટ્રીય કાયદાની નજરમાં આ ચૂંટણીનું કોઈ કાનૂની મૂલ્ય નથી.

પાકિસ્તાન વિદેશ કાર્યાલયના પ્રવક્તાએ ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોની યાદ અપાવી હતી. બલૂચે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીર વિવાદનો અંતિમ ઉકેલ સંયુક્ત રાષ્ટ્રના નિરીક્ષણ હેઠળના જનમત સંગ્રહ દ્વારા અને કાશ્મીરના લોકોની ઇચ્છા અનુસાર પ્રાપ્ત કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર