યુદ્ધવિરામની જાહેરાતના 4 કલાકની અંદર પાકિસ્તાને LoC પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાને જમ્મુ, પંજાબ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા છે જેને ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા છે.
ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન સેનેટર મોહમ્મદ ઇશાક ડારે આજે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન, નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાને વિદેશ પ્રધાન વાંગ યીને પરિસ્થિતિ વિશે માહિતી આપી. જેના પર વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના સંયમનો સ્વીકાર કર્યો અને પડકારજનક પરિસ્થિતિઓમાં તેના જવાબદાર અભિગમની પ્રશંસા કરી.તેમણે પુનઃપુષ્ટિ કરી કે ચીન, પાકિસ્તાનના સર્વકાલીન વ્યૂહાત્મક સહકારી ભાગીદાર અને કટ્ટર મિત્ર તરીકે, પાકિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતાના રક્ષણમાં તેની સાથે મજબૂત રીતે ઊભું રહેશે.