ડિલિવરી બોયની સુરક્ષા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. શ્રમ મંત્રાલયે 10 મિનિટનો ડિલિવરી પ્રતિબંધ લાદ્યો છે. વિભાગે આ બાબતે સ્વિગી અને ઝોમેટો જેવી મોટી ઓનલાઈન ડિલિવરી કંપનીઓ સાથે પણ વાત કરી છે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ મુદ્દા અંગે બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટોના અધિકારીઓ સાથે વાત કરી અને તેમને ડિલિવરીની સમયમર્યાદા દૂર કરવા વિનંતી કરી. બધી કંપનીઓએ સરકારને ખાતરી આપી કે તેઓ તેમની બ્રાન્ડ જાહેરાતો અને સોશિયલ મીડિયામાંથી ડિલિવરીની સમયમર્યાદા દૂર કરશે.


