રવિવાર, એપ્રિલ 27, 2025

ઈ-પેપર

રવિવાર, એપ્રિલ 27, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયગાઝામાં ઇઝરાયેલે તબાહી મચાવતાં 130થી વધુનાં મોત

ગાઝામાં ઇઝરાયેલે તબાહી મચાવતાં 130થી વધુનાં મોત

ઇઝરાયેલે ગાઝા પર પોતાનું સૈન્ય અભિયાન ફરી શરૂ કર્યું છે, જેમાં 131 થી વધુ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા છે. આ હુમલો એક મહિનાના લાંબા યુદ્ધવિરામ બાદ કરવામાં આવ્યો હતો. જે બાદ ગાઝામાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે અને સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

યુદ્ધના છેલ્લા 15 મહિનામાં એક મહિનાની શાંતિ બાદ ફરી એકવાર ઇઝરાયલના હુમલા શરૂ થઇ ગયા છે. સોમવારે ઇઝરાયલની સેનાએ અચાનક ગાઝામાં શ્રેણીબદ્ધ હવાઇ હુમલા શરૂ કર્યા હતા. કતારના ન્યૂઝ આઉટલેટ અલ-જઝીરાના એક પત્રકારે જણાવ્યું હતું કે, “અમે સૂઈ રહ્યા હતા અને અચાનક મોટા ધડાકાના અવાજથી જાગી ગયા હતા.” મોડી રાતનો સમય હોવાથી ક્યાં હુમલા થયા છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે.

આ હુમલાઓ ત્યારે થયા છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાની હાકલ કરી રહ્યા છે. યુક્રેન અને ગાઝા યુદ્ધને રોકવું એ ટ્રમ્પનો ચૂંટણીનો મુદ્દો હતો, પરંતુ ઇઝરાયેલનું પગલું એવું લાગે છે કે ટ્રમ્પ મધ્ય પૂર્વમાં શાંતિ માટે ગંભીર નથી.

અહેવાલો અનુસાર ગાઝામાં વિસ્થાપિત લોકોના ઘરો અને તંબુઓ પર ઇઝરાયેલી હુમલામાં 131 નાગરિકોના મોત થયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. પત્રકારે જણાવ્યું હતું કે, “અમે જ્યાં સ્થિત છીએ તે મધ્ય પ્રદેશના આકાશમાં અનેક ડ્રોન અને લડાકુ વિમાનો ફરતા જોવા મળ્યા છે, જેના કારણે પેલેસ્ટાઇનીઓમાં ભારે ભય પેદા થયો છે.” કારણ કે તે યુદ્ધવિરામની વાટાઘાટોના પરિણામો જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો.

ઇઝરાયલ અને પ્રધાનમંત્રીએ હુમલાની માહિતી આપી

ઈઝરાયેલી સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આઈડીએફ અને શિન બેટ ગાઝામાં હમાસ આતંકી સંગઠનના આતંકી ઠેકાણાઓ પર વ્યાપક હુમલા કરી રહ્યા છે. ઇઝરાયેલના વડા પ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે હમાસે યુદ્ધવિરામ લંબાવવાના અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યા બાદ ઇઝરાયેલે ગાઝામાં લશ્કરી કામગીરી ફરી શરૂ કરી છે.

હમાસના એક વરિષ્ઠ અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે ઇઝરાયેલે ૧૯ જાન્યુઆરીએ યુદ્ધવિરામ તોડ્યો હતો.

શાંતિ મંત્રણા નિષ્ફળ

ઈઝરાયેલ અને હમાસમાં મધ્યસ્થીઓ ફરી શાંતિ મંત્રણા કરી રહ્યા છે, કારણ કે ઈઝરાયેલે યુદ્ધવિરામ સમજૂતીના બીજા તબક્કામાં પ્રવેશવાનો ઈનકાર કરી દીધો હતો, જે પ્રથમ તબક્કા બાદ શરૂ થવાનો હતો, જે છ સપ્તાહ સુધી ચાલ્યો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર