મહીસાગરમાં LCBએ 5 ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે. લુણાવાડા, કોઠંબા અને બાલાસિનોરમાં ઘરફોડ ચોરી થઇ હતી. આરોપીઓએ થાણા અને સાવલીમાં પણ ઘરફોડની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પંચમહાલ રેન્જ IG અને મહિસાગર SPએ સંયુક્ત ઓપરેશન કરીને તપાસ કરી. આરોપીઓ બાલાસિનોરમાં ચોરીના દાગીના વેચવાની તૈયારીમાં હતા. પોલીસએ બાતમીના આધારે બે ઈસમોને પકડી પાડ્યા. એક આરોપી બાલાસિનોરનો અને બીજો અમદાવાદનો હોવાનું ખુલાસો થયો. પોલીસએ સોના-ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો.
મહીસાગરઃ લગ્નની લાલચે ઠગતી ગેંગનો પર્દાફાશ
મહીસાગરમાં લગ્નની લાલચમાં ઠગતી ગેંગનો પર્દાફાશ થયો છે. બાલાસિનોરના યુવક સાથે રૂ. અઢી લાખની ઠગાઇ થઈ છે. રાજસ્થાની યુવતીએ યુવક સાથે ખોટા લગ્ન કર્યા અને અઢી લાખ પડાવ્યા. દોઢ માસ સુધી પત્ની તરીકે રહી યુવતી રૂપિયા લઈને ફરાર થઈ ગઈ. બાવલા ગામના યુવકે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. રાજસ્થાની યુવતીએ માતાના મંદિરે યુવક સાથે લગ્ન કર્યા હતા. પિયર ગયા પછી પરત ન ફરતા લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો. પૂછપરછમાં આરોપીઓએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી. બાલાસિનોર પોલીસએ ચાર શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી.
ઈરાને અમેરિકાના 48 કલાકના યુદ્ધવિરામના પ્રસ્તાવને ફગાવ્યો
ઇરાને અમેરિકાના 48 કલાકના યુદ્ધવિરામના પ્રસ્તાવને ફગાવતાં તણાવ વધુ વધ્યો હતો. ત્યારબાદ ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઘાતક પ્રહાર કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. ઇરાનની રાજધાની તહેરાનમાં જોરદાર મિસાઇલ સ્ટ્રાઇક થતાં શહેર હચમચી ગયું હતું. આ હુમલાઓ બાદ લોકોને ભારે ભય ફેલાયો અને નાસભાગ મચી ગઈ હતી. દૂર દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળતાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ હોવાનું જણાય છે.
12 કલાક રાજ્યમાં વરસાદના એંધાણ
હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે અને 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ બદલાતા હવામાન પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર હોવાનું જણાવાયું છે.


