ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025

ઈ-પેપર

ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઆગામી તા.18ના રોજ મનપાનું જનરલ બોર્ડ : કોંગ્રેસ અંધારામાં !

આગામી તા.18ના રોજ મનપાનું જનરલ બોર્ડ : કોંગ્રેસ અંધારામાં !

સ્માર્ટસિટીમાં પુર્વ વડાપ્રધાન અટલ બીહારી બાજપાઇની પ્રતિમા મુકવા દરખાસ્ત: બેે વર્ષમાં મહાનગરપાલિકાની વિવિધ શાખાએ શું કામગીરી કરી ?
જનરલ બોર્ડમાં ડો. હાર્દિક ગોહેલ તંત્રની કામગીરીની નાડ પારખશે

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આગામી તા. 18ને શનિવારે મળી રહી છે. કોંગ્રેસના ચાર કોર્પોરેટરો જનરલ બોર્ડથી અંધારામાં હોય તેમ ચારમાંથી એક પણ કોર્પોરેટરે આ વખતે પ્રશ્ર્ન રજુ ર્ક્યો નથી. બીજી તરફ ભાજપના 16 સભ્યોએ કુલ 32 પ્રશ્ર્નો રજુ ર્ક્યા છે. જેમાં વોર્ડ નં. પના કોર્પોરેટર ડો. હાર્દિક ગોહેલે રાજકોટ શહેરમાં છેલ્લા બે વર્ષમાં મહાનગરપાલિકા દ્વારા બાંધકામ, ડ્રેનેજ, વોટરવર્કસ, રોશની વગેરે શાખાઓ દ્વારા શું કામગીરી કરવામાં આવી તેની વોર્ડવાઇઝ વિગતો માંગતો પ્રશ્ર્ન મુખ્ય છે. આ બેઠકમાં કમિશનર દ્વારા અલગ અલગ નવ દરખાસ્તો રજુ કરવામાં આવી છે.
તા. 18મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ડો. હાર્દિક ગોહેલ, રસિલાબેન સાકરિયા, ભારતીબેન પરસાણા, ચેતનભાઇ સુરેજા, કંચનબેન સિધ્ધપુરા, નીતિનભાઇ રામાણી, કિર્તિબા રાણા, જયાબેન ડાંગર દિલીપભાઇ લુણાગરીયા, જ્યોત્સનાબેન ટીલાળા, મીનાબા જાડેજા, રાણાભાઇ સાગઠિયા, કુસુમબેન ટેકવાણી, વિનુભાઇ સોરઠીયા, અને ડો. અલ્પેશ મોરઝરીયાએ બબ્બે પ્રશ્ર્નો રજુ કર્યા છે. ડો. હાર્દિક ગોહેલે વિવિધ શાખાની કામગીરીની વિગતો ઉપરાંત નવા ભળેલા વિસ્તારો મોટામૌવા, માધાપર, મુંજકા, મનહરપુર ગામોમાં મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી અને હાલમાં શું કામગીરી ચાલું છે ? તેની વિગતો પણ માંગી છે. આવી જ રીતે વોર્ડ નં.5ના રસિલાબેન સાકરીયાએ મહાનગરપાલિકાના કેટલાં બિલ્ડિંગો પર સોલાર રૂફટોપ યોજના હેઠળ સોલાર પેનલ લગાવવામાં આવી છે.અને કેટલા રૂપિયાના વીજબીલની બચત થઇ છે તેની વિગતો માંગી છે. જ્યારે વોર્ડ નં.8ના અશ્ર્વીનભાઇ પાંભરે વેરા વસુલાત શાખા દ્વારા ચાલુ વર્ષે મિલકતવેરા પેટેનો બાકી વેરો વસુલવા શું આયોજન છે ? હાલમાં શહેરીજનો દ્વારા કેટલો વેરો ભરપાઇ કરાયો અને કેટલો બાકી છે ? તેવો પ્રશ્ર્ન ઉઠાવ્યો છે. વોર્ડ નં.18ના ચેતન સુરેજાએ રાજકોટ શહેરમાં પીવાના પાણીની પેક્ડ બોટલના કેટલાં ઉત્પાદકો છે. તથા કેટલાં નોંધાયેલા ડિસ્ટ્રીબ્યુટર છે. ફુડ શાખા આરોગ્ય શાખા દ્વારા એક વર્ષમાં પાણીની કેટલી પેક્ડ બોટલના નમુના લેવાયા તે મુદ્દે પ્રશ્ર્ન ઉઠાવ્યો છે. વોર્ડ નં. 14ના કિર્તિબા રાણાએ ટાઉનપ્લાનિંગ શાખામાં ઇમ્પેક્ટ ફી બાબતે કેટલી અરજીઓ આવી અને કેટલી અરજીઓ મંજૂર કરી કેટલી નામંજૂર કરી ? કેટલી અરજી બાકી છે તેવો પ્રશ્ર્ન રજુ ર્ક્યો છે.
આ બેઠકમાં કમિશનર દ્વારા નવ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેમા વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15 (વાવડી)ના એફ.પી.15/એ+28/એ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઊ.ઠ.જ.-1 કેટેગરીના મનસુખભાઈ છાપિયા ટાઉનશીપમાં આવેલ કોમ્યુનિટી હોલનું રંજનબેન રાવલ કોમ્યુનિટી હોલ નામકરણ કરવા, સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફંડેડ ‘કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા(કેપેસીટીસ) ફેઝ-2 પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે ઇકલી સાઉથ એશિયા (ઈંઈકઊઈં જજ્ઞીવિં અતશફ) દ્વારા રજુ કરવામાં આવેલ ક્લાઈમેટ રેસીલિએન્ટ સીટી એક્શન પ્લાન – ટુવર્ડસ નેટ ઝીરો ફ્યુચર બાય 2070 અંગે, અરવિંદભાઈ મણીઆર પુસ્તકાલયના બોર્ડમાં સભ્ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિની નિમણુંક કરવા, ભારત સરકારના સ્માર્ટસિટી મિશન અંતર્ગત શહેરની ટી.પી સ્કીમ નં.32 (રૈયા) 930 એકર જગ્યામાં વિકસાવવામાં આવેલ અટલ સ્માર્ટ સિટી-વિસ્તારમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવા, સ્માર્ટઘર-4 (વીર તાત્યાટોપે ટાઉનશીપ) અને સ્માર્ટઘર-6 (શહીદ રાજગુરૂ ટાઉનશીપ) યોજનાના
આવાસોની કિંમત નક્કી કરવા, સન ટુ હ્યુમન રાજકોટ પરિવાર દ્વારા અલયજીની શિબિરના આયોજન માટે રેસકોર્ષ વિભાગ-એ-બી, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવામાં આવેલ તે બહાલ રાખવા, રાજકોટ રનર્સ એસોશિયેશન દ્વારા નાઈટ હાફ મેરેથોનના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિ રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા ઓપન એર થિયેટર વિનામુલ્યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા,વોર્ડ નં.11માં પંચશીલનગરની બાજુમાં મવડી સ્મશાનની આગળના ચોકનું કલ્પેશ સાગઠીયા ચોક નામકરણ કરવા સહિતની દરખાસ્તો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર