શનિવાર, ડિસેમ્બર 6, 2025

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 6, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતબ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતના જંગલામાં વાઘની હાજરીના પુરાવા, વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ

બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતના જંગલામાં વાઘની હાજરીના પુરાવા, વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ

ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. રાજ્યના જંગલ વિસ્તારમાં વાઘની હાજરીના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે. વનવિભાગ દ્વારા સેટ કરાયેલા ટ્રેપ કેમેરામાં વાઘ સ્પષ્ટ રીતે કેદ થતા સમગ્ર રાજ્યમાં ખુશી અને ઉત્સાહની લહેર દોડી ગઈ છે.

રતનમહાલને કુદરતી બાયોડાઇવર્સિટી ઝોન તરીકે વિકસાવવામાં આવ્યું છે અને વનવિભાગ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વાઘોના પુનર્વસન અને સંખ્યા વધારવાના પ્રયાસો કરી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સફળતા ગુજરાતમાં વાઘોના પ્રાકૃતિક પુનઃપ્રવેશ તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

લાંબા ગાળાથી ગુજરાતમાં વાઘની હાજરી ન હોવા છતાં, હાલ મળેલા પુરાવાઓ રાજ્યની વનસંપદા માટે મોટો સકારાત્મક સંકેત છે. આ વિકાસ સાથે ગુજરાતના જંગલોની જીવનવૈવિધ્યતા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વનવિભાગે વધુ મોનીટરીંગ શરૂ કરી દીધું છે અને આગામી દિવસોમાં વધુ વિગત બહાર પાડશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર