બ્લૂમબર્ગ બિલિયોનેર્સના રિપોર્ટ અનુસાર, 3 જાન્યુઆરીએ એલોન મસ્કની સંપત્તિમાં 22 અબજ ડોલરથી વધુનો વધારો થયો હોવા છતાં, એલોન મસ્ક વર્ષ 2025 ના પહેલા ત્રણ દિવસમાં સૌથી વધુ કમાણી કરનારા અબજોપતિ નથી. આ ત્રણ દિવસમાં સંપત્તિમાં સૌથી મોટો વધારો એનવીડિયાના કો-ફાઉન્ડર જેન્સન હુઆંગની નેટવર્થમાં થયો છે. ત્યાર બાદ આ સંખ્યા કેનેડાના શાંગપેંગ ઝોઉની છે. પછી માર્ક ઝુકરબર્ગ અને પછી એલોન મસ્ક છે.
વર્ષ 2024માં એલન મસ્કે પોતાની નેટવર્થમાં 200 અબજ ડોલરથી વધુનો વધારો કર્યો હતો. હવે 2025ની શરૂઆત થઈ ગઈ છે. 3 જાન્યુઆરીએ એલન મસ્કની નેટવર્થમાં 22 અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે. ત્યારે પણ તે નવા વર્ષમાં અત્યાર સુધીમાં સૌથી વધુ નેટવર્થ ગેઇનર નથી. જી હા, છેલ્લા 3 દિવસમાં તેમની સંપત્તિમાં માત્ર 4.60 અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે 3 જાન્યુઆરીએ માત્ર 5.47 અબજ ડોલરની કમાણી કરનાર જેન્સન હુઆંગ ચાલુ વર્ષમાં સૌથી વધુ નેટવર્થ ગેઇનર તરીકે ઉભરી રહ્યો છે. ત્યાર બાદ આ નંબર કેનેડાના શાંગપેંગ ઝોઉનો છે અને ત્યાર બાદ માર્ક ઝુકરબર્ગ નજરે પડે છે. પછી એલોન મસ્ક છે. તમને એ પણ જણાવીએ કે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં કેવા કેવા આંકડા જોવા મળી રહ્યા છે.
એલોન મસ્કની નેટવર્થમાં વધારો
સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન એલન મસ્કની નેટવર્થમાં 22.3 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ વધીને 437 અબજ ડોલર થઈ ગઈ છે. તેમની કુલ સંપત્તિમાં સતત 4 દિવસ ઘટાડા બાદ એલોન મસ્કની નેટવર્થમાં વધારો થયો છે. એલોન મસ્કની નેટવર્થમાં ચાલુ વર્ષમાં 4.61 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. 1 જાન્યુઆરીએ એલોન મસ્કની સંપત્તિમાં 17 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. હવે 3 ડિસેમ્બરે એલોન મસ્કની સંપત્તિમાં 22 અબજ ડોલરથી વધુનો વધારો જોવા મળ્યો હતો.
એલોન મસ્ક અહીં નંબર 1 નથી.
ખાસ વાત એ છે કે એલોન મસ્કની સંપત્તિમાં વર્ષ 2025માં અત્યાર સુધી માત્ર 4.61 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. એનવીડિયાના સહસ્થાપકોમાં ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 8.84 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. 3 જાન્યુઆરીએ તેમની સંપત્તિમાં 5.47 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. 2 જાન્યુઆરીએ તેમની નેટવર્થમાં 3.37 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો હતો. જેના કારણે જેન્સનની કુલ નેટવર્થમાં સારો એવો વધારો થયો છે.
જ્યારે બીજું સ્થાન ચાંગપેંગ ઝોઉના નેથવર્થમાં જોવા મળ્યું છે. તેમની સંપત્તિમાં 7.22 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષમાં આ આંકડો વધીને 8.80 અબજ ડોલર થયો છે. વિશ્વના 23મા સૌથી ધનિક બિઝનેસમેન ઝોઉની કુલ સંપત્તિ 62.1 અબજ ડોલર છે. માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં ચાલુ વર્ષમાં 6.56 અબજ ડોલરનો વધારો જોવા મળ્યો છે. જે બાદ તેની કુલ નેટવર્થ વધીને 214 અબજ ડોલર થઈ ગઈ છે.
ભારતના અબજોપતિઓની સ્થિતિ
જો ભારતના અબજોપતિઓની વાત કરીએ તો મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 685 અબજ ડોલરનો વધારો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ 93.1 અબજ ડોલર જોવા મળી છે. ચાલુ વર્ષમાં તેમની કુલ સંપત્તિમાં 2.47 અબજ ડોલરનો વધારો થયો છે. હાલમાં મુકેશ અંબાણી દુનિયાના 17માં સૌથી અમીર બિઝનેસમેન છે. તો બીજી તરફ ગૌતમ અદાણીની સંપત્તિમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આંકડા મુજબ તેમની કુલ નેટવર્થમાં 840 મિલિયન ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ ઘટીને 78 અબજ ડોલર થઈ ગઈ છે. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષમાં તેમની કુલ સંપત્તિમાં 67.8 કરોડ ડોલરનો ઘટાડો થયો છે. ગૌતમ અદાણી દુનિયાના 19માં સૌથી અમીર બિઝનેસમેન છે.