એલોન મસ્કની કંપની સ્પેસએક્સે ગુરુવારે તેના સ્ટારશીપ રોકેટની સાતમી પરીક્ષણ ફ્લાઇટ લોન્ચ કરી હતી. આ સ્ટારશિપ રોકેટ આકાશમાં ફાટ્યું હતું, જેના કારણે આખો કાટમાળ વિખેરાઇ ગયો હતો. એલન મસ્કે એક વીડિયો પણ શેર કર્યો છે.
અમેરિકન બિઝનેસમેન એલન મસ્ક લાંબા સમયથી પોતાની કંપની સ્પેસએક્સ સાથે સ્પેસ પર કામ કરી રહ્યા છે. તેમની કંપની સ્પેસએક્સે ગુરુવારે તેના સ્ટારશીપ રોકેટની સાતમી પરીક્ષણ ફ્લાઇટ લોન્ચ કરી હતી. બધા આ વાતથી ખુશ હતા. પરંતુ આ લોન્ચિંગ બાદ સ્ટારશિપ રોકેટ બૂસ્ટરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો.
સ્પેસએક્સે પુષ્ટિ કરી કે તેઓ રોકેટ સાથેનો સંપર્ક ગુમાવી ચૂક્યા છે. જેના કારણે આ સમગ્ર સ્ટારશીપનો કાર્યક્રમ નિષ્ફળ ગયો છે. આ બ્લાસ્ટના કારણે આખા આકાશમાં આગના ગોળા જોવા મળ્યા હતા. જેના કારણે એર ટ્રાફિકને માઠી અસર પહોંચી છે.
મસ્કે વીડિયો શેર કર્યો છે
એલોન મસ્કે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે સફળતા અનિશ્ચિત છે, પરંતુ મનોરંજનની સંપૂર્ણ ખાતરી છે. સ્ટારશિપની આ સાતમી ટેસ્ટ ફ્લાઇટ હતી, જેને નાસા દ્વારા ભવિષ્યમાં ચંદ્ર પર લેન્ડ કરવા માટે આરક્ષિત રાખવામાં આવી છે.મસ્કનું સપનું છે કે આ રોકેટ એક દિવસ મનુષ્યને મંગળ પર લઇ જશે.
કંપનીનું નિવેદન સામે આવ્યું
સ્પેસએક્સે જણાવ્યું હતું કે ટેક્સાસના બોકા ચિકાથી ટેકઓફના થોડા સમય બાદ જ અવકાશયાનના છ એન્જિન એક પછી એક બંધ થઈ ગયા હતા. માત્ર 8 1/2 મિનિટની ઉડાન બાદ અવકાશયાનનો સંપર્ક તૂટી ગયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રોકેટનું સુપર હેવી બૂસ્ટર સ્પેસક્રાફ્ટથી અલગ થવાનું હતું, અને તેનો કાટમાળ આકાશમાં વિખેરાઇ ગયો હતો.
સ્ટારશીપ રોકેટ કાટમાળને કારણે ફ્લાઈટ મોડી પડે છે
સ્પેસએક્સના સ્ટારશિપ રોકેટના વિસ્ફોટને કારણે ફ્લોરિડામાં ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે કે ફ્લાઇટ્સ સરેરાશ એક કલાક મોડી પડે છે. આ ઉપરાંત આ કાટમાળના કારણે ઘણા વિમાનોને રૂટ બદલવો પડે છે તો ઘણાને રોકાવું પડે છે.