બુધવાર, જાન્યુઆરી 22, 2025

ઈ-પેપર

બુધવાર, જાન્યુઆરી 22, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસટ્રમ્પે શપથ લેતાની સાથે જ ભારતીય બજારને ગ્રહણ લાગી ગયું, આ નિર્ણયોના...

ટ્રમ્પે શપથ લેતાની સાથે જ ભારતીય બજારને ગ્રહણ લાગી ગયું, આ નિર્ણયોના કારણે બજાર તૂટ્યું

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં શપથ લેતાની સાથે જ ટ્રમ્પે ઝડપી નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ 2.0એ પોતાના સંભવિત આર્થિક નિર્ણયો અંગે વધુ સ્પષ્ટતા કર્યા વગર શરૂઆત કરી છે. જેની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. ટ્રમ્પ આવતાની સાથે જ શેર બજાર તૂટ્યું અને રોકાણકારોને ભારે નુકસાન થયું.

અમેરિકામાં ટ્રમ્પના આવવાની સાથે જ ભારતીય શેરનો મૂડ પણ બદલાઈ ગયો. મંગળવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે તેની શરૂઆત લીલા નિશાન સાથે થઈ હતી, પરંતુ થોડી જ મિનિટોમાં બજારનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે લાલ નિશાન પર કારોબાર કરતા જોવા મળ્યા હતા. માત્ર એક કલાકના વેપાર બાદ શેર બજાર પણ તૂટી ગયું હતું. સેન્સેક્સમાં 800 અંકોથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો નિફ્ટીમાં પણ 170 અંકોથી વધુનો ઘટાડો જોવાને મળ્યો છે. 12.11 મિનિટ પર સેન્સેક્સ 61 અંકના વધારા સાથે 77,141 પર કારોબાર કરી રહ્યો છે.

વાસ્તવમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં શપથ લેતાની સાથે જ ટ્રમ્પે ઝડપી નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ 2.0એ પોતાના સંભવિત આર્થિક નિર્ણયો અંગે વધુ સ્પષ્ટતા કર્યા વગર શરૂઆત કરી છે. જેની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. સાથે જ કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે.

ટ્રમ્પના નિર્ણયો પર બજારની નજર છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાડોશી દેશો પર ઊંચા વેપાર ટેરિફ લાદવાની જાહેરાત કર્યા બાદ બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમની સરકાર 1 ફેબ્રુઆરીની જેમ જ મેક્સિકો અને કેનેડા પર 25 ટકા ટેરિફ લગાવવા પર વિચાર કરી રહી છે. જેની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી, વિદેશી રોકાણકારોનું વેચાણ થયું હતું અને બજાર તૂટ્યું હતું.

શપથ પહેલા બજારમાં ઉછાળો આવ્યો હતો

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ બાદ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તો આગલા દિવસે શપથ પહેલા શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે સેન્સેક્સ તેના આગલા બંધથી લગભગ 300 પોઇન્ટના વધારા સાથે 76,978.53 પર ખુલ્યો હતો, ત્યારબાદ લગભગ 700 પોઇન્ટના વધારા સાથે 77,318.94 પર બંધ રહ્યો હતો અને અંતે 454.11 પોઇન્ટના વધારા સાથે 77,073.44 પર બંધ રહ્યો હતો.

સૌથી વધુ નુકસાન ધરાવતા શેરો

સેન્સેક્સ પેકમાં ટોપ લૂઝર્સમાં ઝોમેટો, અદાણી પોર્ટ્સ, કોટક મહિન્દ્રા બેન્ક, આરઆઇએલ, એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે. અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, સન ફાર્માસ્યુટિકલ્સ, આઇટીસી, એચસીએલ ટેક્નોલોજીસ, બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ અને લાર્સન એન્ડ ટુબ્રો વધ્યા હતા.

વૈશ્વિક બજારની સ્થિતિ

એશિયાના અન્ય ભાગોમાં જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનો હેંગ સેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી લાભ સાથે બંધ રહ્યો હતો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડે માટે સોમવારે યુ.એસ. બજારો બંધ રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૦૫ ટકાના વધારા સાથે ૮૦.૧૯ ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) મૂડી બજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા કારણ કે તેમણે સોમવારે રૂ.4,336.54 કરોડના શેર વેચ્યા હતા, એમ કામચલાઉ વિનિમય ડેટામાં જણાવાયું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર