ફાઇનલમાં દિવ્યા દેશમુખે ભારતની દિગ્ગજ ચેસ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને ટાઇટલ જીત્યું.
ભારતની યુવા ચેસ ખેલાડી દિવ્યા દેશમુખે મહિલા ચેસ વર્લ્ડ કપ 2025નો ખિતાબ જીત્યો છે. માત્ર 19 વર્ષની દિવ્યાએ જ્યોર્જિયામાં આયોજિત આ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની દિગ્ગજ ખેલાડી કોનેરુ હમ્પીને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. આ સાથે, તે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ચેસ સ્ટાર બની.