બુધવાર, જુલાઇ 30, 2025

ઈ-પેપર

બુધવાર, જુલાઇ 30, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટશુક્રવારે મુખ્યમંત્રી રાજકોટમાં: મનપાના રૂ.5642.26 લાખના 18 કામોનુું ખાતમુહુર્ત લોકાર્પણ

શુક્રવારે મુખ્યમંત્રી રાજકોટમાં: મનપાના રૂ.5642.26 લાખના 18 કામોનુું ખાતમુહુર્ત લોકાર્પણ

રેસકોર્સમાં રૂ.590.80 કરોડના ખર્ચે નવી બનેલી આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરશે

(આઝાદ સંદેશ), રાજકોટ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર્રભાઇ પટેલના હસ્તે આગામી તા. 5ના રોજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રૂ. 5642.26 લાખના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. મુખ્યમંત્રીના હસ્તે 17 કામોનું ખાતમુહુર્ત અને રેસકોર્સમાં બનેલી નવી આર્ટગેલેરી અને એક્ઝિબિશન સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા જિલ્લા વહિવટી તંત્ર હસ્તકના કામોનું પણ ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. મહાનગરપાલિકા હસ્તકના જે 17 વિકાસકામોનું મુખ્યમંત્રી લોકાર્પણ કરવાના છે તેમાં વોર્ડ નં.4ના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક નાખવાનું કામ, વોર્ડ નં.4માં નવી બનેલી જુદી જુદી સોસાયટીઓમાં મેટલીંગ કામ, વોર્ડ નં.4માં ભગવતીપરા મેઇનરોડથી મોરબી રોડ ડેવલપ કરવાનું કામ, તથા વિવિધ સોસાયટીઓમાં ડામરનું કામ, વોર્ડ નં.6માં મહિકા મેઇનરોડથી માધવવાટિકા સુધી ડ્રેનેજ મેઇનલાઇન અપગ્રેડ કરવાનું કામ, વોર્ડ નં.16માં બાપુનગર સ્મશાનના આધુનિકરણનું કામ, વોર્ડ નં.16માં નંદાહોલથી સરદાર પટેલ આરોગ્ય કેન્દ્ર સુધીના રોડ પર પાઇપ ગટર યુટીલીટી લાઇન પેવિંગબ્લોક નાખવાનું કામ, વોર્ડનં.18માં કોઠારિયા મેઇનરોડ પર રેફ્યુઝ સ્ટેશન પાસે જાહેર ટોઇલેટ બ્લોક બનાવવાનુ કામ, વોર્ડ નં.2માં ટીપી સ્કીમ નં.9માં પાર્ટીપ્લોટ ડેવલપ કરવાનું કામનો સમાવેશ થાય છે.
આવી જ રીતે, મુુખ્યમંત્રીના હસ્તે વોર્ડ નં.2માં જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં આવેલ ડો. હેડગેવાર પ્રાથમિક શાળા નં.74ના નવા બિલ્ડિંગનું કામ, વોર્ડ નં.7માં કિશોરસિંહજી શાળા નં.1નું રીનોવેશનનું કામ, વોર્ડ નં.1થી 18માં જુદી જુદી જગ્યાએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે બોર તથા બોર રીચાર્જ સિસ્ટમ કરવાનું કામ, વોર્ડ નં.7માં અવંતીબાઇ લોધી કોમ્યુનિટી હોલનું રીનોવેશન, શિક્ષણ સમિતિની ઓફિસમાં સ્ટાફ ક્વાર્ટર તથા સ્ટાફ ઓફિસ, ભુપેન્દ્રરોડ પર વોર્ડ નં.7 (ક) અનેે હાથીખાના પાસે વોર્ડ નં.7 (ડ)ની ઓફિસના રીનોવેશનના કામ,વોર્ડ નં.1માં મચ્છુનગર આવાસ યોજના તથા રૈયાધાર આવાસ યોજનાના કોમન પ્લોટમાં બે આંગણવાડી અને કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ, વોર્ડ નં.1માં ઘંટેશ્ર્વર ગામતળમાં ડીઆઇ પાઇપલાઇન નાખવાનું કામ, મુંજકા પોલીસ સ્ટેશનથી નવા 150 ફૂટ રીંગરોડ ઉપર પાંચ વર્ષના કોમ્પ્રેહેન્સિવ નવું સેટર એલઇડી લાઇટનું કામ, ન્યારી ફીલ્ટર ખાતે 25 એમએલડી કેપેસિટીના ફિલ્ટરપ્લાન્ટનું કામ, અને ભાદર પાણી પુરવઠા આધારિત ગોંડલ પમ્પિંગ સ્ટેશનમાં ફર્સ્ટ ફ્લોર પર પેનલ રૂમ બનાવવાનું અને રીપેરીંગ કામનું ખાતમુહુર્ત કરવામાં આવશે. જ્યારે, રેસકોર્સ સંકુલમાં રૂ. 590.80 કરોડના ખર્ચે બનેલી આર્ટગેલેરી અને એક્ઝિબિશન હોલનુ લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે થશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર