(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમા ચર્ચાસ્પદ બનેલ કિસ્સો જેમા રૂ.3,26,69,830 પ્રોપર્ટીમા ઈન્વેસ્ટ કરવા ફરીયાદી તથા તેના માતા પીતાએ આરોપીને આપી તેની સામે ચુકતે અવેજ ની પહોંચ, પ્રોમીસરી નોટ, કબજા રહીત સમજુતી કરાર લખાવી લીધા બાદ જે પ્રોપટીમા ઈન્વેસ્ટ કરેલ તેનુ પજેશન ન આપી રકમ ઓળવી જઈ બનાવટી લખાણો લખી આપી બનાવટી લખાણ નો ખરા તરીકે ઉપયોગ કરી છેત્તરપીડી તથા વિશ્વાસઘાત આચરનાર આર્યન ડેવલોપર્સ ભાગીદારી પેઢીના ભાગીદાર સંજયભાઈ ડોબરીયાને રેગ્યુલર જામીનપર મુક્ત કરતો હુકમ ગુજરાત હાઈકોર્ટ ધ્વારા ફરમાવેલ છે.
કેસની હકીકત જોઈએ તો મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે રહેતા ફરીયાદી અર્જુન ભગવાનભાઈ મઠીયાએ આરોપી સંજયભાઈ ડોબરીયા તથા તેના પત્ની વિરૂધ્ધ બી-ડીવીજન પોલીસ સ્ટેશનમા એ મતલબ નો ગુનો દાખલ કરાવેલ કે ફરીયાદી તથા સાહેદ તેના માતા પીતાએ મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોક થી આગળ આર્યન ડેવલોપર્સ ભાગીદારી પેઢીના આર્યન એવન્યુ નામના ચાલતા કોમ્પલેક્ષના પ્રોજેક્ટ બાબતે ખોટી હકીકતો જણાવી વિશ્વાસમા લઈ પ્રોજેક્ટમા રોકાણ કરવાની લાલચ આપી આર્યન એવન્યુ પ્રોજેક્ટમાં આરોપીઓની કોઈ સ્વતંત્ર મીલકત ન હોવા છતા ફ્લેટ તથા દુકાનોમાં રોકાણ કરવાના બહાને ફરીયાદી તથા સાહેદો પાસે થી રૂા.3,29,99,830/- ની રકમ મેળવી લઈ તેના ભદલાની આરોપીઓની કોઈ સતા ન હોવા છતા ફરીયાદી તથા સાહેદો ને નોટરાઈઝ ચુક્તે અવેજ ની પહોંચ, નોટરાઈઝ પ્રોમીસરી નોટ, નોટરાઈઝ કબજા રહીત સમજુતી કરાર ના બનાવટી લખાલ કરી આપી રકમ ભાગીદારી પેઢીમા જમા નહીં કરાવી ફલેટો તથા દુકાનોનો કબજો નહી સૌપી કે પૈસા પરત નહી કરી છેતરપીડી અને વિશ્વાસઘાત સબંધનો ગુનો દાખલ કરવામા આવેલ અને આરોપી પતી પત્નીને અટક કરવામા આવેલ, આ નોંધાયેલ ગુનાના કામે આરોપી સંજય લાલજીભાઈ ડોબરીયાએ રેગ્યુલર જામીનપર મુક્ત થવા રાજકોટ ની સેસન્સ અદાલતમા કરેલ જામીન અરજી નામંજુર કરતા તે હુકમ એડવોકેટ સુરેશ ફળદુ મારફત હાઈકોર્ટમાં પડકારવામા આવેલ હતો અને બંને પક્ષેની રજુઆતો તથા રેકર્ડ લક્ષે લેતા તપાસ પુર્ણ થઈ ગયેલ છે. ચાર્જસીટ ફાઈલ થઈ ગયેલ છે નામદાર સુપ્રીમકોર્ટના ત્રણ પેરા મીટર્સ જેમા પ્રથમ દર્શનીય કેસ, ટ્રાયલ સમયેની અરજદારની હાજરી તથા સાહેદોને હેમ્પર ટેમ્પર કરવાની શક્યતા લક્ષે લેતા સાથે આરોપીની કસ્ટડી ઉપરાંત રજુ કરવામા આવેલ રેકર્ડ સાથે કેસની ફેક્ટ, આક્ષેપનો પ્રકાર, ગુનાની ગંભીરતા તથા ગુનાના કામેનો અરજદારનો રોલ લક્ષે લીધેલ ઉપરાંત એફ.આઈ.આર. અને પોલીસ પેપર્સ ઉપરાંત સેસન્સ જજ ધ્વારા કરવામાં આવેલ હુકમ પણ લો લેવામા આવેલ અરજદારની તરફેણમા અંતર્ગત સતાનો ઉપયોગ કરવાનુ મુનાસીફ માની અરજદારને જામીન પર મુક્ત કરતો હુકમ ફરમાવવામા આવેલ.
ઉપરોક્ત કામમા આરોપી સંજયભાઈ ફેબરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા તથા મદદમા યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, આર્યન કોરાટ, જસ્મીન દુધાગા તથા અભય સભાયા તથા હાઈકોર્ટમા પ્રતીકભાઈ જસાણી રોકાયેલ હતા.