ગુરુવાર, જાન્યુઆરી 8, 2026

ઈ-પેપર

ગુરુવાર, જાન્યુઆરી 8, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસએન્ટી બાયોટિક દવાઓ પર થશે ખાસ રંગ–કોડનું માર્કિંગ, દૂરૂપયોગ રોકવા કેન્દ્ર સરકારનો...

એન્ટી બાયોટિક દવાઓ પર થશે ખાસ રંગ–કોડનું માર્કિંગ, દૂરૂપયોગ રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય


એન્ટી બાયોટિક દવાઓ પર થશે ખાસ રંગ–કોડનું માર્કિંગ, દૂરૂપયોગ રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

એન્ટી બાયોટિક દવાઓના વધતા દૂરૂપયોગને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. હવે એન્ટી બાયોટિક દવાઓ પર ચોક્કસ રંગ અથવા કોડનું સ્પેશિયલ માર્કિંગ ફરજિયાત કરવામાં આવશે, જેથી આ દવાઓને અન્ય સામાન્ય દવાઓથી સરળતાથી અલગ ઓળખી શકાય.

આ નવા માર્કિંગ સિસ્ટમથી ફાર્માસિસ્ટ અને દર્દીઓ બંનેને સ્પષ્ટ રીતે ખબર પડશે કે કઈ દવા એન્ટી બાયોટિક શ્રેણીમાં આવે છે. પરિણામે, ડોક્ટરની સલાહ વિના એન્ટી બાયોટિક દવાઓ લેવાનો બિનજરૂરી પ્રયોગ ઘટશે અને દવાઓના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન મળશે.

આ મામલે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ને માર્ગદર્શિકા તૈયાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. માર્ગદર્શિકા અમલમાં આવ્યા બાદ ફાર્મા કંપનીઓને દવાઓના પેકેજિંગ પર નક્કી કરેલ રંગ અથવા કોડ દર્શાવવો ફરજિયાત બનશે.

ઉલ્લેખનીય છે કે એન્ટી બાયોટિક્સના અયોગ્ય ઉપયોગથી એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જેવી ગંભીર સમસ્યા ઊભી થઈ રહી છે, જેને રોકવા માટે સરકાર આ પ્રકારના પગલાં લઈ રહી છે. આરોગ્ય નિષ્ણાતો મુજબ આ નિર્ણયથી જનજાગૃતિ વધશે અને ભવિષ્યમાં જાહેર આરોગ્યને મોટો ફાયદો થશે.


સંબંધિત સમાચાર

તાજા સમાચાર