રવિવાર, જાન્યુઆરી 25, 2026

ઈ-પેપર

રવિવાર, જાન્યુઆરી 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમરેલી: જિલ્લામાં ટ્રેન ઉથલાવવા પ્રયાસથી ચકચાર

અમરેલી: જિલ્લામાં ટ્રેન ઉથલાવવા પ્રયાસથી ચકચાર

અમરેલી: જિલ્લામાં ટ્રેન ઉથલાવવા પ્રયાસથી ચકચાર મચી છે. ચિતલ અને ખીજડિયા વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવા પ્રયાસ છે. અજાણ્યા ઈસમો દ્વાર ટ્રેક પર પથ્થરો નાખવામાં આવ્યા. ફેનસિંગ માટેનો પોલ ટ્રેક પર મળી આવતા કાવતરાની આશંકા છે. ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થતા અસામાન્ય અવાજ આવ્યો. ટ્રેનના પાયલોટે સતર્કતા દાખવતા સત્વરે ટ્રેન ઊભી રાખી. ટ્રેન પોલ નજીક પહોંચે તે પહેલાં જ ઊભી રાખતા મોટી દુર્ઘટના ટળી.  ટ્રેનના ચાલકે પોલ હટાવી રેલવે વિભાગને જાણ કરી. પોલીસ સહિતની ટીમો એલર્ટ પર, સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ થયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર