Gujarat local body election Results 2025 LIVE : ચૂંટણી પહેલા જ રાજ્યમાં કુલ 214 બેઠકો બિનહરીફ થઇ છે. જેના કારણે 4 નગરપાલિકામાં મતદાન પહેલાં જ ભાજપને બહુમતી મળી ગઈ છે… ભચાઉ, બાંટવા, જાફરાબાદ, હાલોલમાં બેઠકો બિનહરીફ થતાં ચારેયમાં ચૂંટણી પહેલા જ ભાજપનું શાસન સ્થપાઇ ગયું છે… ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે.
જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયોરાજકોટમાં જેતપુર નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થયુ છે. જેતપુર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જેતપુર પાલિકાની 44 બેઠકો પરથી 32 બેઠક પર ભાજપનો કબ્જો જોવા મળ્યો છે. પાલિકાની વોર્ડ 11 ની 44 બેઠકોમાંથી ભાજપના- 32, અપક્ષ – 11 કોંગ્રેસ- 1 બેઠક મળી છે. જયેશ રાદડિયાના ગઢમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ધારાસભ્ય જયેશ રાદડિયા પાલિકાના સદસ્યોને વધાવ્યા.
નગરપાલિકાની ચૂંટણી પરિણામોમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. નગરપાલિકાની મોટાભાગની બેઠકો પર ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે. કુલ 1677 બેઠકોમાંથી 956 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. રાજ્યની 66માંથી 31 નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રેસના ફાળે 129, તો 94 બેઠકો પર અપક્ષોએ મેદાન માર્યું છે.