શનિવાર, જાન્યુઆરી 31, 2026

ઈ-પેપર

શનિવાર, જાન્યુઆરી 31, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદઅમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં વહેલી સુનાવણીની ખાતરી સુપ્રીમ કોર્ટની

અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં વહેલી સુનાવણીની ખાતરી સુપ્રીમ કોર્ટની

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં વહેલી સુનાવણી કરવાની ખાતરી સુપ્રીમ કોર્ટે આપી છે. અરજદાર તરફથી વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે સરકાર તેમજ AIIB તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. આ પર મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે જણાવ્યું કે ટૂંક સમયમાં સુનાવણીની તારીખ જાહેર કરવામાં આવશે અને મામલાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


અમદાવાદઃ ગ્રામ્ય કોર્ટને ફરી બોમ્બ ધમકી, સુરક્ષા વધારાઈ

અમદાવાદની ગ્રામ્ય કોર્ટને ફરી એક વાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઇમેલ મારફતે આવેલી ધમકીમાં કોર્ટમાં બે આત્મઘાતી હુમલાખોરો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઇમેલ તમિલનાડુથી મોકલાયો હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ગ્રામ્ય કોર્ટ પર પહોંચી ગઈ હતી અને પોલીસે સમગ્ર પરિસરની સઘન તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર