અમદાવાદના સોલા સિવિલમાં OPD કેસનું સર્વર ઠપ્પ થઇ ગયુ છે. કેસ કઢાવવા માટે દર્દીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. કોમ્પ્યુટરનું સર્વર બંધ થતા લેખિતમાં કેસ કાઢવાની ફરજ પડી. સવારથી લઈ હજુ સુધી કોઈ નિકાલ ન આવતા દર્દીઓને હાલાકી થઇ રહી છે. વૃદ્ધ સહિત ગર્ભવતી મહિલાઓ લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. લાઈનમાં ઉભા રહેતા દર્દીઓએ તાત્કાલિક નિરાકરણની માગ કરી છે.