ગુરુવાર, ડિસેમ્બર 26, 2024

ઈ-પેપર

ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમોબાઇલ ફોનમાંથી ચાઇલ્ડ પોર્ન શેર કરનાર બે સામે એફએસએલની તપાસ બાદ ગુનો...

મોબાઇલ ફોનમાંથી ચાઇલ્ડ પોર્ન શેર કરનાર બે સામે એફએસએલની તપાસ બાદ ગુનો દાખલ

સાયબર ક્રાઇમે અજય ટોયટા અને મયુર સીરોયાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી

(આઝાદ સંદેશ),રાજકોટ: આજના સમયમાં ટેક્નોલોજીના સદઉપયોગની સાથોસાથ દુરઉપયોગનો વ્યાપ પણ વધી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી શેર કરવી ગુનો બનતો હોય જેના અનુસંધાને સાયબર ક્રાઇમે જપ્ત કરેલા બે મોબાઇલની એફએસએલ તપાસ દરમિયાન મોબાઇલ મારફતે ચાઇલ્ડ પોર્નોગ્રાફી શેર થઇ હોવાનું મળી આવતા બે મોબાઇલ ધારકો સામે ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેર સાયબર ક્રાઇમની ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે ગત 2021માં સાયબર ક્રાઇમે મોબાઇલમાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી શેર કરતો શખસ મળી આવતા પોલીસે મોબાઇલ કબજે કરી એફએસએલમાં મોકલતા એફએસએલની તપાસ દરમિયાન તેમાંથી વોટસએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયાના માઘ્યમથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી શેર થઇ હોવાનું ફલિત થતા પોલીસે મોબાઇલ ધારક અજય ટોયટા (ઉ.24) વિરૂદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ગત 2022માં સાયબર ક્રાઇમે મયુર સીરોયા (ઉ.25)નો મોબાઇલ ચકાસણી અર્થે કબજે કરી એફએસએલમાં મોકલતા તેમાંથી પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી શેર થઇ હોવાનું જણાઇ આવતા તેના વિરૂદ્ધ પણ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર