ગુરુવાર, જૂન 25, 2026

ઈ-પેપર

ગુરુવાર, જૂન 25, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ: ખારચીયા ગામે પરિણીતાએ કર્યો આપઘાત

રાજકોટ: ખારચીયા ગામે પરિણીતાએ કર્યો આપઘાત

રાજકોટ જિલ્લાના ખારચીયા ગામે એક પરિણીતાએ ખેતરની ઓરડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ પિયર પક્ષે સાસરિયાઓ પર હત્યાનો ગંભીર આરોપ લગાવતા મામલો વધુ ગરમાયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી જરૂરી તપાસ હાથ ધરી હતી. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને FSL તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે.

ભરૂચમાં ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાયદાકીય સકંજો વધુ કડક

ભરૂચમાં ધારાસભ્ય Chaitar Vasava સામે કાયદાકીય સકંજો વધુ કડક બન્યો છે. ઝઘડિયા GIDC પોલીસે ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના ચાર નેતાઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(3) હેઠળ નોટિસ પાઠવી 29 જૂને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સૂચના આપી છે. કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ ઈજાગ્રસ્તના પરિવારજનો સાથે થયેલી બબાલ અને પરિવારના એક સભ્યને તમાચો માર્યાના આરોપને લઈને ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર