શનિવાર, જૂન 20, 2026

ઈ-પેપર

શનિવાર, જૂન 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટભક્તિનગરમાં મારામારી કેસમાં આરોપી નિર્દોષ, અદાલતે પુરાવાના અભાવે આપ્યો ચુકાદો

ભક્તિનગરમાં મારામારી કેસમાં આરોપી નિર્દોષ, અદાલતે પુરાવાના અભાવે આપ્યો ચુકાદો

રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં વર્ષ 2023માં નોંધાયેલા મારામારીના કેસમાં અદાલતે આરોપીને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં ફરિયાદી સોનલબેન સનીભાઈ સરવૈયાએ તેમના પડોશમાં રહેતા કાકાજી સસરા ગોવિંદ ભીખાભાઈ સરવૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મુજબ, તા. 8 માર્ચ 2023ના રોજ બપોરના સમયે ધુળેટીના રંગને લઈને બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. ફરિયાદી પોતાના ઘર પાસે ઉભા હતા ત્યારે આરોપીએ કલર ઉડાડ્યો હોવાનું કહી સ્થળ સાફ કરવા જણાવ્યું હતું. આ બાબતે તકરાર વધતા આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને ઘરમાંથી લોખંડનો દસ્તા જેવો હથિયાર લાવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી નમી જતા માથાના પાછળના ભાગે ઇજા પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. બનાવ દરમિયાન ફરિયાદીના સાસુ રમાબેન અને દેરાણી મનીષાબેન વચ્ચે પડતા વધુ મારામારી અટકાવવામાં આવી હતી. બાદમાં ફરિયાદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્થળ પંચનામું, સાક્ષીઓના નિવેદનો, મેડિકલ દસ્તાવેજો સહિતના પુરાવાઓ એકત્ર કરી આરોપીની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ અદાલતમાં દાખલ કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી, તેમના સગા, તબીબો તેમજ તપાસ અધિકારીઓની જુબાની લેવામાં આવી હતી. સાથે જ કેસમાં રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવા, પંચનામાં અને મેડિકલ પેપર્સનું પણ અદાલતે મૂલ્યાંકન કર્યું હતું. સરકાર પક્ષ અને બચાવ પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ તેમજ સર્વોચ્ચ અદાલત અને ગુજરાત હાઈકોર્ટના સંબંધિત ચુકાદાઓને ધ્યાનમાં લઈને અદાલતે સમગ્ર કેસના પુરાવાઓનું વિશ્લેષણ કર્યું હતું.

અંતે અદાલતે આરોપી વિરુદ્ધ આરોપો સાબિત કરવા પૂરતા અને વિશ્વસનીય પુરાવાઓ ઉપલબ્ધ ન હોવાનું માની આરોપી ગોવિંદ ભીખાભાઈ સરવૈયાને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં આરોપી પક્ષ તરફથી રાજકોટના ધારાશાસ્ત્રી મુકુંદસિંહ સરવૈયા, શૈલેષગીરી ગોસ્વામી, મોનલબેન ગોસ્વામી, ગિરીશપુરી ગોસ્વામી, જીનિયસ સુવેરા, જીતેન ઠાકર, જયપાલસિંહ જાડેજા, રચિત અત્રી તેમજ મદદનીશ તરીકે દેવ પંડ્યાએ કાનૂની કામગીરી સંભાળી હતી.

સંબંધિત સમાચાર

Press Note Date. 19-6-2026

તાજા સમાચાર