શુક્રવાર, જૂન 19, 2026

ઈ-પેપર

શુક્રવાર, જૂન 19, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં અકસ્માત બાદ બબાલ: ભક્તિનગર પ્લોટ શેરી નં. 7માં એક્ટિવા અને બાઈક...

રાજકોટમાં અકસ્માત બાદ બબાલ: ભક્તિનગર પ્લોટ શેરી નં. 7માં એક્ટિવા અને બાઈક ચાલક વચ્ચે મારામારી, CCTV ફૂટેજ વાયરલ

રાજકોટ શહેરના ભક્તિનગર પ્લોટ શેરી નંબર 7 વિસ્તારમાં સામાન્ય અકસ્માતની ઘટના થોડા જ સમયમાં ઉગ્ર બબાલમાં ફેરવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ એક્ટિવા અને બાઈક વચ્ચે અથડામણ સર્જાતા બંને વાહનચાલકો વચ્ચે પહેલા બોલાચાલી શરૂ થઈ હતી. જોકે વાત અહીં અટકી ન હતી અને થોડી જ વારમાં બંને પક્ષો સામસામે આવી જતાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

ઘટનાસ્થળે હાજર લોકોએ બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા યુવકો એકબીજા પર તૂટી પડ્યા હતા. રસ્તા વચ્ચે સર્જાયેલા આ ધીંગાણાથી થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકો પણ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હવે ઘટનાના ફૂટેજ સામે આવતા અકસ્માત બાદ કેવી રીતે બોલાચાલી મારામારીમાં ફેરવાઈ તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ CCTVના વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનાને લઈને પોલીસ સુધી મામલો પહોંચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને બંને પક્ષોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય અકસ્માત બાદ જાહેર માર્ગ પર થયેલી મારામારીની આ ઘટનાએ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઉભા કર્યા છે.

સંબંધિત સમાચાર

Press Note Date. 19-6-2026

તાજા સમાચાર