સોમવાર, જૂન 1, 2026

ઈ-પેપર

સોમવાર, જૂન 1, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટવડોદરાઃ કેનાલની પાળી પર બેઠેલો મજૂર પાણીમાં પડ્યો

વડોદરાઃ કેનાલની પાળી પર બેઠેલો મજૂર પાણીમાં પડ્યો

વડોદરાઃ કેનાલની પાળી પર બેઠેલો મજૂર પાણીમાં પડી ગયો. છાણી કેનાલ પાસે યુવક કેનાલમાં પડતાં દોડધામ મચી ગઇ હતી. લોકોએ દોડી દોરડું નાખી યુવકને બચાવ્યો. નર્મદા કોલોની પાછળની છાણી કેનાલની ઘટના ખેંચ આવવાને કારણે યુવક કેનાલમાં પડ્યાની ચર્ચા છે.

ભરૂચ: ડભોયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વની ધરપકડ

ભરૂચના ડભોયાવાડ વિસ્તારમાં ટોળાને તલવાર બતાવી ભય ફેલાવનાર અસામાજિક તત્વની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતને લઈને થયેલા ઝઘડા બાદ આરોપીએ જાહેરમાં તલવાર બતાવી હોવાની માહિતી સામે આવી છે. પોલીસે આરોપી મહોમ્મદમિયાં એહમદ પટવાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ લોકોમાં ભય અને દહેશત ફેલાવવાના ઇરાદે તલવાર દેખાડી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

સુરતઃ પહેલા જ દિવસે વસતી ગણતરીનું કાર્ય બંધસુરતમાં વસતી ગણતરીની કામગીરી પહેલા જ દિવસે ખોરવાઈ ગઈ હોવાનો મામલો સામે આવ્યો છે. વસતી ગણતરી માટે ફાળવાયેલા કર્મચારીઓને જરૂરી કીટ ઉપલબ્ધ ન થતાં કામગીરી શરૂ થઈ શકી નથી. ગણતરીદારો સુધી ગણતરી માટેની કીટ ન પહોંચતા અનેક સ્થળોએ કામગીરી અટકી પડી હતી. બીજી તરફ વિવિધ પડતર માંગણીઓને લઈને શિક્ષકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જેના કારણે વસતી ગણતરીની કામગીરીના અમલીકરણ સામે પ્રશ્નો ઊભા થયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર