ગુરુવાર, મે 14, 2026

ઈ-પેપર

ગુરુવાર, મે 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપેટ્રોલ-ડીઝલનું રાશનિંગ કરનાર કેરળમ પ્રથમ રાજ્ય બન્યું

પેટ્રોલ-ડીઝલનું રાશનિંગ કરનાર કેરળમ પ્રથમ રાજ્ય બન્યું

Kerala દેશમાં પેટ્રોલ અને ડીઝલના રાશનિંગના નિયમો લાગુ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે. રાજ્ય સરકારે ઈંધણની ખરીદી અને વિતરણને નિયંત્રિત કરવા માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેના હેઠળ હવે ગ્રાહક મહત્તમ 5,000 રૂપિયાનું પેટ્રોલ ખરીદી શકશે. નવા નિયમ મુજબ ડીઝલની ખરીદી પણ મર્યાદિત કરવામાં આવી છે અને એક ગ્રાહક વધુમાં વધુ 200 લીટર ડીઝલ જ લઈ શકશે. ઉપરાંત કેરબા સહિત મોટા કન્ટેનરમાં ઈંધણ લઈ જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય સપ્લાય મેનેજમેન્ટ એક્ટ હેઠળ લેવામાં આવ્યો હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે.

પંચમહાલઃ ગોધરાના ચીઠીયાવાડમાં જૂનું મકાન ધરાશાયી થતા બે લોકોનાં મોત

Panchmahal જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડતી વખતે બનેલી દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, મકાન તોડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થતાં શ્રમિક અને તેના પુત્ર તેના નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં બંનેના સ્થળ પર જ મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોએ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતા તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વૈશ્વિક સંકટ વચ્ચે ચીનમાં બે મહારથીઓની મુલાકાત

વૈશ્વિક આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે બેઇજિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump અને ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. શી જિનપિંગે ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બંને મહારથીઓ વચ્ચે વેપાર, ટેરિફ, સેમિ કન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તાઇવાન સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠક દરમિયાન સમગ્ર વિશ્વની નજર ખાસ કરીને Boeing વિમાન ડીલ પર ટકેલી છે, કારણ કે ચીન બોઇંગ સાથે આશરે 9 લાખ કરોડ રૂપિયાની વિમાન ખરીદીનો મોટો કરાર કરી શકે તેવી અટકળો તેજ બની છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર