બુધવાર, માર્ચ 18, 2026

ઈ-પેપર

બુધવાર, માર્ચ 18, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅમરેલીમાં વાતાવરણ પલટાયું: બગસરમાં કરા સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં માવઠું

અમરેલીમાં વાતાવરણ પલટાયું: બગસરમાં કરા સાથે વરસાદ, અનેક વિસ્તારોમાં માવઠું

અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં કમોસમી માવઠું નોંધાયું છે. અમરેલી જિલ્લાના વડીયા તેમજ બગસરા પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ખાસ કરીને બગસરા શહેરમાં કરા સાથે ભારે વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડું બની ગયું હતું.
વડીયા શહેર ઉપરાંત મોરવાડા, બાંટવા દેવળી જેવા ગામોમાં પણ અચાનક વરસેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. જ્યારે બગસરા પંથકના શાપર અને સુડાવડ ગામોમાં પણ કમોસમી વરસાદના ઝાપટા નોંધાયા છે.
હવામાનમાં આવેલા આ અચાનક ફેરફારને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ પ્રકારનું માવઠું હજુ થોડા સમય સુધી ચાલુ રહી શકે છે, જેને કારણે કૃષિ ક્ષેત્ર પર તેની સીધી અસર જોવા મળી શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર