શનિવાર, માર્ચ 14, 2026

ઈ-પેપર

શનિવાર, માર્ચ 14, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસગુજરાતમાં અંગ દઝાડતી ગરમી બાદ વરસાદની આગાહી, જાણો કઈ તારીખે અને ક્યાં...

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી બાદ વરસાદની આગાહી, જાણો કઈ તારીખે અને ક્યાં પડશે માવઠું

શીર્ષક: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી બાદ વરસાદની આગાહી, જાણો કઈ તારીખે અને ક્યાં પડશે માવઠું

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો તાપ જોવા મળી રહ્યો છે. જોકે હવે રાજ્યમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 18 અને 19 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ અથવા માવઠું પડી શકે છે.

આ આગાહી મુજબ 18 માર્ચે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ત્યારબાદ 19 માર્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જેમાં રાજકોટ, સુરત, ભાવનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે.

હાલ રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 39થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેના કારણે લોકો ગરમીથી પરેશાન બન્યા છે. જોકે વરસાદી ઝાપટાંના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે અને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.

હવામાન નિષ્ણાતો મુજબ પશ્ચિમ તરફથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજ વધશે, જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર