ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી
ગાંધીનગર : નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાની ચૂંટણીમાં હરિયાણાના નિરીક્ષક તરીકે હર્ષ સંઘવીની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને નિમણૂક કરી.
રાજકોટમાં તમાકુ અંગે શિક્ષકોને દંડ અંગેના પરિપત્રને લઈને રાજ્યભરમાં વિરોધ
રાજકોટમાં તમાકુ-ગુટકા નિયંત્રણને લઈને શિક્ષકોને દંડના પરિપત્રની વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે. મહિસાગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજકોટના DDOના પરિપત્રનો વિરોધ કર્યો છે. શાળાની આસપાસ તમાકુ અને ગુટકા બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી હતી, પરંતુ આ કામગીરી નિષ્ફળ રહી શકે તે ગંભીરતાથી જોતા પરિપત્રને બહાર પાડવામાં આવતાં શિક્ષકોમાં રોષ ફેલાયો છે. DDO દ્વારા પરિપત્ર પાછો ખેંચવાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની માગ સામે હવે રાજયભરમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.
- યુદ્ધને કારણે એશિયાના બજારોમાં ભારે કડાકોયુદ્ધની પરિસ્થિતિને કારણે એશિયાના શેરબજારોમાં ભારે કડાકો જોવા મળ્યો છે. જાપાન, કોરિયા અને મલેશિયા સહિતના બજારોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાપાનનો નીક્કી ઈન્ડેક્સ લગભગ 7 ટકા તૂટી ગયો છે, જ્યારે તાઈવાનનો ઈન્ડેક્સ પણ આશરે 6 ટકા ઘટ્યો છે. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ લગભગ સાડા સાત ટકા જેટલો તૂટી ગયો છે. આ વૈશ્વિક પરિસ્થિતિના અસરથી ભારતીય શેરબજારમાં પણ ભારે કડાકો બોલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- 09 Mar 2026 09:19 AM (IST)રાજકોટઃ ભાજપના સંગઠનમાં સ્વ. વિજય રૂપાણીના પત્નીને સ્થાનરાજકોટમાં ભાજપના સંગઠનમાં સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને શહેર કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શહેર પ્રમુખ દ્વારા શહેર કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં અંજલિ રૂપાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત વિશેષ આમંત્રિતોની યાદીમાં વિજય રૂપાણીના અંગત નિતીન ભારદ્રાજનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. શહેર કારોબારીમાં 18 વોર્ડ પ્રભારી અને 70 કારોબારી સભ્યોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે.


