અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે અપનાવેલી આર્થિક નીતિઓના કારણે અમેરિકન અર્થતંત્રમાં તેમના શાસનના એક વર્ષની અંદર જ મંદીના ભણકારા વાગવા લાગ્યા છે. રોજગાર વૃદ્ધિ દર 2020ના કોવિડના સમયગાળાને બાદ કરતાં 13 વર્ષના તળિયે, એટલે કે 3.3 ટકાએ પહોંચી ગયો છે.. જ્યારે બેરોજગારીનો દર પણ 4.4 ટકાના ઊંચા સ્તરે પહોંચ્યો છે.
વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે બેઠક
વ્હાઇટ હાઉસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ઇરાન સહિત મિડલ ઇસ્ટની વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નેતન્યાહુએ ઇઝરાયલની સુરક્ષા જરૂરિયાતો પર ખાસ ભાર મૂક્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથે ચર્ચા યથાવત રહેશે, પરંતુ જો ડીલ પ્રાથમિકતા નહીં બને તો પરિણામો ભોગવવા પડશે તેવી ચેતવણી પણ આપી હતી.
અમરેલી: લીલિયામાં નીલ ગાયને હડકવા ઊપડ્યો
અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં કણકોટ ગામ નજીક એક નીલગાય હડકવા ઊપડી હતી અને તેણે બે વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. આ બનાવમાં બંને વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ નીલગાયને કાબૂમાં લઈ પકડી પાડવામાં આવી હતી.


