શનિવાર, જાન્યુઆરી 31, 2026

ઈ-પેપર

શનિવાર, જાન્યુઆરી 31, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા તાત્કાલિક બંધ

ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા તાત્કાલિક બંધ

રોપ-વે સંચાલક તંત્રના જણાવ્યા મુજબ, પવનની ગતિ નિર્ધારિત સલામતી મર્યાદા કરતાં વધુ વધી જતા એતેહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા ગિરનાર પર રોપ-વે સેવા અટકાવવાનો નિર્ણય લેવાયો છે. સુરક્ષાને પ્રથમ પ્રાધાન્ય આપતા કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

રોપ-વે સેવા બંધ થતાં પ્રવાસીઓ અને યાત્રિકોમાં થોડી નિરાશા જોવા મળી હતી, જોકે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વાતાવરણ સામાન્ય બન્યા બાદ અને પવનની ગતિ ઘટતા જ સેવા ફરી શરૂ કરવામાં આવશે. હાલ યાત્રિકોને ગિરનાર પ્રવાસ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગે પણ આગામી સમયમાં પવનની ઝડપ અને હવામાનમાં અસ્થિરતા રહેવાની શક્યતા દર્શાવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર