બુધવાર, જાન્યુઆરી 28, 2026

ઈ-પેપર

બુધવાર, જાન્યુઆરી 28, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતસુરતઃ તરસાડીમાં હોમગાર્ડે આત્મહત્યા કરતા ચકચાર

સુરતઃ તરસાડીમાં હોમગાર્ડે આત્મહત્યા કરતા ચકચાર

સુરતઃ તરસાડીમાં હોમગાર્ડે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ છે.  કોસંબા પોલીસ સ્ટેશનના હોમગાર્ડ નીતિન જોશીએ આપઘાત કર્યો. ફરજ પુરી કરી ઘરે આવી રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. ભાઈ-ભાભીએ જોતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો. હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે યુવકને મૃત જાહેર કર્યો. પોલીસે મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો. પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરી.

આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ

ગુજરાત ATSએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આતંકી સંગઠન સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. નવસારીના ફૈઝાન શેખની ATSએ ધરપકડ કરી. ફૈઝાન જૈશ-એ-મહોમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલો છે. આરોપી આતંકી જૂથોની વિચારધારાથી કટ્ટરપંથી બન્યો. ફૈઝાન શેખે આતંક અને ભય ફેલાવવા હથિયારો અને દારૂગોળો ખરીદ્યા. ગેરકાયદે હથિયાર અને દારૂગોળો ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે. ફૈઝાન મૂળ રામપુરામાં ડૂંડાવાળાનો વતની છે. ATSએ નવસારીના ચારપુલથી ધરપકડ કરી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર