મંગળવાર, જાન્યુઆરી 20, 2026

ઈ-પેપર

મંગળવાર, જાન્યુઆરી 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદદબાણ અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટનો રાજ્ય સરકાર પર કડક પ્રહાર, “ઇનફ ઇઝ...

દબાણ અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટનો રાજ્ય સરકાર પર કડક પ્રહાર, “ઇનફ ઇઝ ઇનફ” કહી ઉઘડો લીધો

દબાણ અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટનો રાજ્ય સરકાર પર કડક પ્રહાર, “ઇનફ ઇઝ ઇનફ” કહી ઉઘડો લીધો

અમદાવાદ: રાજ્યમાં વધતા ગેરકાયદે દબાણો અને ટ્રાફિક સમસ્યા મામલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે કડક નારાજગી વ્યક્ત કરી છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે છેલ્લા 7 વર્ષથી માત્ર ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ જમીન પર કોઈ અસરકારક કાર્યવાહી દેખાતી નથી. “અમે કોઈ મોનીટરીંગ એજન્સી નથી, હવે ઇનફ ઇઝ ઇનફ” તેવી તીખી ટિપ્પણી સાથે હાઈકોર્ટે સરકારને ફટકાર લગાવી.

હાઈકોર્ટે નોંધ્યું કે રાજ્યમાં દબાણ અને ટ્રાફિક સમસ્યાઓ ગંભીર બની રહી છે, છતાં સરકાર પાસે કોઈ સ્પષ્ટ એક્શન પ્લાન કે નક્કર પોલિસી નથી. જ્યાં જ્યાં ફરિયાદ થાય છે ત્યાં માત્ર તાત્કાલિક કાર્યવાહી થાય છે, પરંતુ કાયમી ઉકેલ માટે કોઈ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવ્યો નથી. “છેલ્લા સાત વર્ષથી આ જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે અને હજુ પણ ફ્રેમવર્કની વાત થાય છે, આ કેટલું યોગ્ય?” એવો સવાલ પણ હાઈકોર્ટે ઉઠાવ્યો.

કોર્ટએ વધુમાં જણાવ્યું કે રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ છે અને લોકો રોજગારી માટે રસ્તા પર મહેનત કરવા મજબૂર છે. “જો તમારી પાસે પ્લોટ કે જગ્યા હોવા છતાં તે લોકોને ફાળવવામાં નહીં આવે, તો લોકો દબાણ કરશે જ,” એવી ટકોર હાઈકોર્ટે કરી. સાથે જ, અનેક બેરોજગાર વાહન ચાલકો કામ કરવા ઇચ્છે છે, પરંતુ તેમને યોગ્ય વ્યવસ્થા અને માર્ગદર્શન મળતું નથી, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વણસે છે.

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ વધુ એક વખત સમય માંગ્યો હતો. હાઈકોર્ટે આ મામલે આગામી 27 એપ્રિલે ફરી સુનાવણી હાથ ધરવાનો આદેશ આપ્યો છે અને સરકાર પાસેથી સ્પષ્ટ કાર્યવાહી યોજના સાથે હાજર રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

હાઈકોર્ટની આ ટિપ્પણીઓથી સ્પષ્ટ થાય છે કે હવે માત્ર ચર્ચા નહીં, પરંતુ દબાણ અને ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે કડક અને અસરકારક પગલાં લેવાની જરૂર છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર