મંગળવાર, જાન્યુઆરી 20, 2026

ઈ-પેપર

મંગળવાર, જાન્યુઆરી 20, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદઅમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત, તપાસ શરૂ

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત, તપાસ શરૂ

અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીનો આપઘાત, તપાસ શરૂ

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદી દ્વારા આપઘાત કર્યાની ગંભીર ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, નિશાંતસિંગ લોહાર નામના કેદીએ જેલના બાથરૂમમાં બારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જેલ સ્ટાફ દ્વારા નિયમિત ચેકિંગ દરમિયાન ઘટના બહાર આવી હતી.

મૃતક નિશાંતસિંગ લોહાર મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાયો હતો અને વિરમગામ રેલવે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

ઘટનાની જાણ થતાં જ જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. કેદીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે જેલ અધિકારીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.

પોલીસ દ્વારા આ બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આપઘાત માટે જવાબદાર કારણો, જેલમાં રહેલા સમયે કેદીની માનસિક સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈ જેલ તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર