રાજકોટની નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન એક વિદ્યાર્થીના દુઃખદ મોતની ઘટના સામે આવતા શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ સમગ્ર મામલે શાળા સંચાલક જયદીપ જલુનું નિવેદન સામે આવ્યું છે.
શાળા સંચાલક જયદીપ જલુએ જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. શાળાની તરફથી પ્રવાસ દરમિયાન તમામ SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર)નું પાલન કરવામાં આવ્યું હતું તેમજ પ્રવાસનો કાર્યક્રમ ખૂબ ટૂંકો રાખવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, “પ્રવાસ દરમિયાન બનેલી આ ઘટનાને લઈ અમે આંતરિક કમિટી રચી છે. પોલીસ તથા સંબંધિત તંત્રની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે અમે તૈયાર છીએ.”
પ્રાથમિક માહિતી મુજબ, ભોજન બાદ બાળકોની નજર ચૂકવીને કેટલાક વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલ તરફ ગયા હતા, તે દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. શાળા સંચાલકે સ્પષ્ટ કર્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ ઘટનામાં જવાબદાર સાબિત થશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
નવયુગ સ્કૂલના પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીના મોતનો મામલો, શાળા સંચાલકનું નિવેદન સામે આવ્યું


