રવિવાર, ડિસેમ્બર 21, 2025

ઈ-પેપર

રવિવાર, ડિસેમ્બર 21, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમદાવાદ: શહેરની બે શાળાઓને સ્વેટર અંગે ફટકારાઈ નોટિસ

અમદાવાદ: શહેરની બે શાળાઓને સ્વેટર અંગે ફટકારાઈ નોટિસ

અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓને સ્વેટર બાબતે ફરજિયાત નિયમો લાદવાના મુદ્દે બે શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓઢવની સુજ્ઞાન સ્કૂલ અને વિરાટનગરની સેન્ટ માર્ક સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા ફટકારની નોટિસ પાઠવવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા ફરજ પાડવામાં આવી હતી તેમજ નિશ્ચિત દુકાનમાંથી જ સ્વેટર ખરીદવા માટે આગ્રહ રાખવામાં આવતો હતો. આ ફરિયાદોના આધારે બંને શાળાઓને શો-કોઝ નોટિસ અપાઈ છે અને વિદ્યાર્થીદીઠ ₹10 હજારનો દંડ કેમ ન આપવો જોઈએ તે અંગે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે.

વડોદરાઃ કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહણનું મોત

વડોદરાના કમાટીબાગ પ્રાણીસંગ્રહાલયમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં કોબ્રા સાપના કરડવાથી સમૃદ્ધિ નામની સિંહણનું મોત થયું છે. મળતી માહિતી મુજબ સિંહણના પાંજરામાં અચાનક કોબ્રા સાપ ઘૂસી ગયો હતો અને તેણે સિંહણને કરડી હતી. બનાવની જાણ થતાં જ સિંહણને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેની હાલત બગડતા અંતે તેનું મોત નિપજ્યું. આ ઘટનાથી પ્રાણીસંગ્રહાલયના સ્ટાફ તેમજ પ્રાણીપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર