મુખ્યમંત્રી નિવાસ્થાને મળશે નવનિયુક્ત મંત્રીઓની બેઠક
તમામ પ્રધાનોને CM નિવાસ સ્થાને પહોંચવા સુચના આપવામાં આવી છે. આજે શપથ લીધેલા તમામ મંત્રીઓને, CM નિવાસ સ્થાને પહોંચવા સુચના અપાઈ છે. મુખ્યમંત્રી નિવાસ્થાને મળશે નવનિયુક્ત મંત્રીઓની બેઠક. સાંજે 5 વાગે મળશે કેબિનેટની બેઠક. આ બેઠકમાં દરેક મંત્રીને તેમના વિભાગોની ફાળવણી કરવાં આવશે.
ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સાંજે યોજાશે કેબિનેટ બેઠક, મંત્રીઓને કરાશે ખાતાની ફાળવણી
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, આજે સાંજે 5 વાગે કેબિનેટની બેઠક મળશે. આ બેઠકમાં આજે સવારે જે પ્રધાનોએ શપથ લીધા છે તે ઉપરાંત જેમના રાજીનામા નથી સ્વીકારાયા એ જૂના મંત્રીમંડળના સભ્યો હાજર રહેશે. શપથવિધી બાદ મળનારી સૌ પ્રથમ કેબિનેટની બેઠકમાં દરેક મંત્રીને ખાતાઓની ફાળવણી કરાશે.