મંગળવાર, ઓક્ટોબર 21, 2025

ઈ-પેપર

મંગળવાર, ઓક્ટોબર 21, 2025
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયઅફઘાનિસ્તાન પર કર્યો હુમલો, 8 અફઘાની યુવા ક્રિકેટરો સહિત અનેક નાગરિકોના મોત

અફઘાનિસ્તાન પર કર્યો હુમલો, 8 અફઘાની યુવા ક્રિકેટરો સહિત અનેક નાગરિકોના મોત

વલસાડઃ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ

વલસાડઃ ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે. નેશનલ હાઇવે પર જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થયો છે. ખાનગી ટ્રાવેલ્સની બસ પર 20થી વધુ લોકોની જોખમી મુસાફરી જોવા મળી રહી છે. બસની અંદર પણ ઠાંસી ઠાંસીને મુસાફરોને બેસાડાયા. દમણથી દાહોદ તરફ જતી ખાનગી બસનો વીડિયો વાયરલ થયો છે.

PNB ગોટાળામાં ભારતને મોટી સફળતા

PNB ગોટાળામાં ભારતને મોટી સફળતા મળી છે. મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણને લીલીઝંડી મળી છે. કોર્ટે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને યોગ્ય ઠેરવ્યું. મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર એન્ટવર્પ કોર્ટે નિર્ણય લીધો છે. કોર્ટના નિર્ણય બાદ ચોક્સી ઉપલી અદાલતમાં અપીલ કરી શકે. મેહુલ ચોક્સી PNB કૌભાંડ કેસનો આરોપી છે.

પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઇક

પાકિસ્તાનની વધુ એક અવડચંડાઇ સામે આવી છે. સીઝફાયર પૂર્ણ થતાં જ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. 8 અફઘાની યુવા ક્રિકેટરો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. પાકિસ્તાની હુમલામાં 4 યુવા અફઘાન ક્રિકેટરો ઘાયલ થયા. પક્તિકા, અર્ગુન, બર્મલ વિસ્તારમાં ટાર્ગેટેડ હુમલો કર્યો. બંને દેશો વચ્ચે બોર્ડર પર ડૂરંડ લાઇન નજીક ભારે ગોળીબાર થયો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર