નવા વર્ષ પહેલા ગુજરાતને મળ્યું નવુ મંત્રીમંડળ
નવા વર્ષ પહેલા ગુજરાતને મળ્યું નવુ મંત્રીમંડળ. ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા પ્રધાનોએ શપથ લીધા છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી રાજ્યના નવા DyCM બન્યા છે. મંત્રીમંડળમાં 7 પાટીદાર સહિત 8 OBC ધારાસભ્યો છે. 3 SC અને 4 ST ધારાસભ્યોએ પણ શપથ લીધા.
દાહોદઃ દેવગઢ બારીયામાં ભાજપમાં ભડકો
દાહોદઃ દેવગઢ બારીયામાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ભાજપ શાસિત પાલિકામાં પ્રમુખ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઇ હતી. 6 કોર્પોરેટરે પ્રમુખ વિરૂદ્ધ મતદાન કર્યું. ભાજપે વ્હીપ આપ્યા બાદ પણ પ્રમુખ વિરૂધ મતદાન કર્યુ, જે પછી પ્રમુખ ધર્મેશ કલાલ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ છે. ભાજપની બહુમતી હોવા છતાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થઇ. અપક્ષ 8 કોર્પોરેટરે ધર્મેશ કલાલ વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી હતી.